આજકાલ ઓફિસના કામ માટે લેપટોપની જરૂર હોય છે. લેપટોપ દ્વારા સરળતાથી કોઈ પમ જગ્યાએ તમે કામ કરી શકો છો. જો તમારી પાસે લેપટોપ નથી અને તમે પહેલી વાર લેપટોપ ખરીદવાની તૈયારી કરી રહ્યા છો તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
લેપટોપની ડિસ્પ્લેની સાઈઝ: લેપટોપ ખરીદતા પહેલા નક્કી કરો કે લેપટોપની સ્ક્રિન કેટલી મોટી જોઈએ છે. તે આ વાત પર નિર્ભર કરે છે કે તમે કેવા પ્રકારનું કામ કરી રહ્યા છો. તેના સાથે શું તમે મોટા લેપટોપને લઈને ટ્રાવેલ કરી શકશો.
બેટરી અને ચાર્જર: લેપટોપ માટે બેટરી અને ચાર્જિંગ બંન્ને ખૂબ જ જરૂરી છે. લેપટોપની બેટરી વધારે હશે તો લાંબા સમય સુધી લેપટોપ પર કામ કરી શકશો. સાથે લેપટોપ ખરીદતા પહેલા ચેક કરો કે લેપટોપમાં ફાસ્ટ ચાર્જિંગની સુવિધા હોવી જોઈએ, જેથી લેપટોપ ઝડપથી ચાર્જ થઈ શકે.
રેમ અને પ્રોસેસર ખાસ: લેપટોપની રેમ અને પ્રોસેસરનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જો લેપટોપમાં રેમ ઓછી હોય તો ભારે ફાઈલો ચાલતી હોય ત્યારે લેપટોપ ઝડપથી હેંગ થવા લાગે છે. ઉપરાંત, ઓછા પાવર વાળું પ્રોસેસર લેપટોપની ક્ષમતાને ઝડપથી અસર કરશે.
સ્ટોરેજનું ધ્યાન રાખો: નવું લેપટોપ ખરીદતા પહેલા એક ખાસ વાતનું ધ્યાન રાખો કે લેપટોપનું સ્ટોરેજ ખૂબ સારું હોવું જોઈએ. આ દિવસોમાં SSD સ્ટોરેજનો સમય છે. જોકે, HDD સ્ટોરેજવાળા લેપટોપ પણ બજારમાં ઉપલબ્ધ છે. HDD વાળા લેપટોપની કિંમત SSD કરતા ઘણી ઓછી છે.
#LaptopBuyingGuide#LaptopTips#TechAdvice#LaptopFeatures#BatteryLife#ProcessorSpeed#RAM#StorageOptions#SSDvsHDD#TechGadgets#OfficeTech#LaptopEssentials#TechReview#LaptopCare#GadgetShopping