જૂનૂ બાઈક કે સ્કુટર ખરીદતા પહેલા આ વાતોનું ધ્યાન રાખો, નહીં તો પાછળથી પછતાવું પડશે
ઓટો માર્કેટમાં ટુ વ્હીલર્સની માંગ ઘણી વધારે છે. ટુ-વ્હીલર ચલાવવું અને તેનો ઉપયોગ કરવો એકદમ સરળ છે. આ સિવાય કાર કરતાં ટુ-વ્હીલર ખરીદવું વધુ સસ્તું છે. ઘણા લોકો જૂની બાઇક અને સ્કૂટર ખરીદે છે. જૂની મોટરસાઇકલ કે સ્કૂટર ખરીદતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.
• ખરીદવા પાછળનો હેતુ શું છે?
તમે જૂની બાઇક અથવા સ્કૂટર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો નક્કી કરો કે તમે કેમ જૂની બાઇક કે સ્કૂટર ખરીદી રહ્યાં છો. જો તમે જૂની બાઇક અથવા સ્કૂટર ખરીદતા પહેલા આ રિસર્ચ પૂર્ણ કરી લો તો તમારું કામ ઘણું સરળ બની જશે.
• સારી રીતે ચેક કરો
જૂની બાઇક કે સ્કૂટર ખરીદતી વખતે ક્યારેય ઉતાવળ ના કરો. જૂની ટુ-વ્હીલર ખરીદતી વખતે લોકો તેના દેખાવથી જ પ્રભાવિત થાય છે, પણ પાછળથી બરાબર ચાલતું નથી. ટુ-વ્હીલરને કાળજીપૂર્વક ચેક કરો તેમાં કોઈ તિરાડ છે કે નહીં. તમે બ્રેકની સાથે એન્જિન લીકેજ, ફ્રેમમાં કોઈ નુકસાન અને ક્લજને ચેક કરો. સિવાય તમે તમે ચલાઈને ચેક કરી શકો છો.
• દસ્તાવેજો પર ખાસ ધ્યાન આપો
જૂની બાઇક કે સ્કૂટર ખરીદતા ઘણા લોકો દસ્તાવેજો પર ધ્યાન આપતા નથી. તમે આવી ભૂલ કરો છો, તો પછી તમને કાયદાકીય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારે RTO તરફથી એન્જિન અને ચેસિસ નંબર, PUC પ્રમાણપત્ર અને NOC પ્રમાણપત્રને ગંભીરતાથી તપાસવું જોઈએ.
• કિંમત ઘટાડો
તમે ખરીદો છો તે જૂની બાઇક કેસ્કૂટરમાં કોઈ નાની સમસ્યા હોય, તો તમે વેચવા વાળાને કિંમત ઓછી કરીશકો છો.