Site icon Revoi.in

ધનતેરસના દિવસે લક્ષ્મીજીની મૂર્તિ ખરીદતા પહેલા આ બાબતોનું રાખજો ધ્યાન

Social Share

આપણા ધાર્મિક ગ્રંથોમાં અને પુસ્તકોમાં દરેક પ્રકારની જાણકારી આપવામાં આવી છે, અને જ્યારે પણ વાત કરવામાં આવે માતા લક્ષ્મીની તો ધનતેરસના દિવસે માતા લક્ષ્મીની મૂર્તિ ખરીદતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

સોના-ચાંદીની મૂર્તિ- ધાર્મિક માન્યતાઓ અનુસાર, ધનતેરસના દિવસે દેવી લક્ષ્મી અને ગણેશની મૂર્તિઓ ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધનતેરસના દિવસે સોના-ચાંદીની મૂર્તિઓ ખરીદી શકાય છે. માટીની મૂર્તિ- ધાર્મિક માન્યતાઓ અનુસાર, ધનતેરસના દિવસે માટીની મૂર્તિ ખરીદી શકો છો, કારણ કે માટીની મૂર્તિ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

અષ્ટધાતુની બનેલી મૂર્તિ- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ધનતેરસના દિવસે અષ્ટધાતુની બનેલી મૂર્તિ ખરીદવી શુભ માનવામાં આવે છે. તમે ઇચ્છો તો પીત્તળ કે ચાંદીની મૂર્તિ પણ ખરીદી શકો છો. પરંતુ તમારે તે વાતનું ધ્યાન રાખવાનું છે કે પ્લાસ્ટર ઓફ પેરિસ કે પ્લાસ્ટિકની મૂર્તિ ન હોવી જોઇએ.

દેવી લક્ષ્મીની મૂર્તિ ખરીદતી વખતે આ વાતનું રાખો ધ્યાન – માન્યતાઓ અનુસાર ,મા લક્ષ્મીની મૂર્તિ ખરીદતી વખતે એ વાતનું ધ્યાન હંમેશા રાખો કે મા લક્ષ્મી હાથ કે કમળ પર બિરાજમાન હોય. માન્યતા છે કે, આ પ્રકારની મૂર્તિ ખરીદીને ઘરે લાવવાથી ઘરમાં ધનની કમી નથી રહેતી.

હિન્દુ પંચાંગ અનુસાર, આ વર્ષે ધનતેરસ 10 નવેમ્બર 2023ના દિવસે શુક્રવારે ઉજવવામાં આવશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરિની પૂજા કરવામાં આવે છે. આ સાથે જ મા લક્ષ્મી અને ભગવાન ગણેશની પણ પૂજા થાય છે. માન્યતા છે કે ધનતેરસના દિવસે વિધિ-વિધાનથી તેમની પૂજા કરવાથી સૌભાગ્યની સાથે ધનની પ્રાપ્તિ થાય છે. સાથે જ સુખ-સમૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.