- પ્રથમ ક્રુઝમાં જતા વખતે ખાસ બાબતોનું ધ્યાન રાખો
- વોમિટિંગની દવા લઈલો
- આ સાથે જ ક્રુઝ નક્કી કરતા વખતે ટાઈમિંગ પર ધ્યાન આપો
આપણા દરેકને અવનવી બબાતોનો શોખ હોય ચે કોઈને પ્લેનમાં મુસાફરી કરવી હોય તો કોઈને ક્રુઝમાં મુસાફરી કરવી ગમે છે જો કે ક્રુઝમાં પ્રથમ વખત તમે અનુભવ લેવા જઈ રહ્યા છો તો તમારે કેટલીક ખાલ બાબતો અહીં ધ્યાનમાં લેવા જેવી છે.તમારી ક્રુઝ ટ્રીપ સારી છે તેની ખાતરી કરવા માટે, જતા પહેલા કેટલીક બાબતો સ્પષ્ટ કરીલો
સૌથી પહેલા તો આ વાતને ધ્યાનમાં રાખો કે તમને ક્યાં મુસાફરી કરવી. ગોવા, મુંબઈ, સાઉથ અને વેસ્ટ કોસ્ટ પર ઘણા પ્રકારની ક્રૂઝ હો છે જેમાંથી તમે તમારી ટ્રિપ પસંદ કરી શકો છો. જો તમે ઈચ્છો તો આ વિદેશ પ્રવાસ પણ કરી શકો છો. તમને વિદેશમાં આર્થિકથી લઈને લક્ઝરી ક્રૂઝ મળશે.આ માટે પહેલા જાણકારી મેળવો બધાના રિવ્યૂ લો કારણ કે ઘણી ક્રુઝ બોરિંગ પણ હોય છે
બીજી વાત એ કે તમે જે ક્રુઝ ટ્રીપ પર જવા માંગો છો, તે પહેલા કોલ કરીને અથવા સર્ચ કરીને તમને ફાવતો યોગ્ય સમય નક્કી કરી લોશો.કેટલીકવાર સમય યોગ્ય રહેચો નથી આ સાથે તમારે નાઈટ ક્રુઝ માટે જવું છે કે પછી ડે ક્રુઝ તે પણ નક્કી કરી લો, ખાસ કરીને નાઈટમાં પાર્ટી કરવી હોય તો નાઈટ ક્રુઝ બેસ્ટ છે.
ઘણી વખત ફર્સ્ટ ટાઈમર્સ 3 દિવસની ક્રુઝ ટ્રીપ બુક કરે છે, જે નિષ્ણાતોના મતે બહુ સારી નથી. જો તમારે જવું હોય તો ઓછામાં ઓછા 7 દિવસના ક્રુઝ પર જાવ, જેમાં તમે સફરનો સારી રીતે આનંદ માણી શકશો અને ક્રુઝમાં સ્થાયી થઈ શકશો.
તમે પહેલીવાર ક્રુઝ પર જઈ રહ્યા છો અને ક્લોસ્ટ્રોફોબિક છો, તો એવી કેબિન બુક ન કરો જેમાં બારી ન હોય. વચ્ચોવચની મોટાભાગની કેબીનોમાં બારી હોતી નથી તેથી બુકીંગ વખતે બારી હોય તેવી કેબીન બુક કરાવો.ક્યારેક જહાજમાં મોશન સિકનેસ હોય તો તેની દવા લો.