આજકાલ તમે સાંભળ્યું હશે કે મિચ્ર હોય પતિ પત્ની હોય ભાઈ બહેન હોય. કે પછી કોઈ પણ સબંઘ હોય આ સંબંધમાં તિરાડ આવી જતી હોય છે કારણ છે કે બન્ને તરફથી અવિશ્વાસ, એટલે કે કોઈ પણ સંબંધમાં પહેલા જરુરી છે વિશ્વાસ આજે કેટલીક ટિપ્સ જાણીશું જે તમારા સંબંધોને વધુ મજબૂત બનાવશે.
ખાસ કરીને આજે વાત કરીશું મિત્રતા દિવસ પર, આજનો દિવસ ખાસ છે ઓગસ્ટના પ્રથમ રવિવારને ફ્રેન્ડશીપ ડજે તરીકે ઉજવવામાં આવે છે વિશ્વના સૌથી સુંદર સંબંધમાં મિત્રના સંબંઘ ને મોખરે રાખવામાં આવ્યો છે ,પરંતુ દોસ્તી એો સંબંઘ છે કે તે જ્યારે ગાઢ બને છે કે બન્ને મિત્રમાં પરસ્પર સમજણ કેળવાતી હોય સાથે જ એકબીજાથી સામે દરેક વાતો ખુલ્લામને રજૂ થતી હોય જો તમે પ મતમારા મિત્ર સાથે લાઈફ ટાઈમ મિત્રતા રાખવા ઈચ્છો છો તો તમારે કેટલીક ખાસ બબાતો પર ધ્યાન આપવું જોઈએ.
એકબીજાને સમય આપતા રહો
આજકાલ દરેક કાર્યો સરળ બન્યા પરંતુ સંબંધો વધુ જટિલ બની રહ્યા છે. એક તરફ, એવા ગેજેટ્સ છે જે તમને તરત જ કનેક્ટ કરે છે, જ્યારે બીજી તરફ, સમયનો અભાવ આપણને એકબીજા સાથે ઊંડા સ્તરે કનેક્ટ થવાથી અટકાવે છે.
વિશ્વાસ કેળવો
કેટલીક ખરાબ આદતો છે જે સારા સંબંધને પણ ઝેર આપી શકે છે. વિશ્વાસનો અભાવ, તમારા જીવનસાથી સાથે ખોટું બોલવું, તેમનો અનાદર કરવો અને તેમની લાગણીઓને ઠેસ પહોંચાડવી. જ્યારે તેમને તમારી સૌથી વધુ જરૂર હોય ત્યારે તેમને સમર્થન ન આપવું, આ કેટલાક પરિબળો છે જે તમારા સંબંધને ધીમે ધીમે તોડી શકે છે.
ખુલ્લા મને ચર્ચાનો સ્કોપ
બન્ને મિત્રોએ વિચારો અને લાગણીઓને બિન-જજમેન્ટલ રીતે વ્યક્ત કરવી અને સમાધાન કરવા તૈયાર રહેવું. આ રીતે, તેઓ ગેરસમજણો, લાગણીઓને ઠેસ પહોંચાડવા અને વિશ્વાસનો અભાવ ટાળી શકે છે.
હિસાબમાં ચોખ્ખવટ રાખો
જો તમે પરસ્પર મિત્રો છો અને જરુરિયાતના સમયે એકબીજાને આર્થિક રીતે સહાય પુરી પાડો છો તો તેનો હિસાબ ચોખ્ખો રાખા ભલે પછી એક મિત્ર પૈસાદાર હોય અને બીજા ગરિબ છત્તા પૈસાનો વ્યવહાર જો સચવાશે તો ક્યારેય સંબંધોમાં ખટાશ આવશે નહી.