ફ્રીઝમાં આ રીતે રાખો વસ્તુઓ, ક્યારેય ગંદી નહીં થાય, માત્ર 2 સેકન્ડનું કામ કરવું પડશે
ફ્રિજને સાફ રાખવું મુશ્કેલ કામ નથી. માત્ર થોડી સાવધાની અને રોજ આ કામ કરવાથી ફ્રિઝ હંમેશા ચમકદાર અને ગંદકીથી મુક્ત રહી શકે છે. તો આજથી જ આ ટિપ્સ અપનાવો અને તમારા ફ્રીજને હંમેશા સાફ રાખો.
કોઈપણ ડબ્બાને ફ્રીઝમાં રાખતા પહેલા તેને સરખી રીતે લૂછી લો. આનાથી ફ્રિઝ સાફ રહેશે અને ડબ્બા રાખ્યા પછી ફ્રિજની સપાટી ગંદી નહીં થાય.
ફ્રિઝમાં ખાવાનું રાખો ત્યારે તેને ઢાંકીને રાખો. આના કારણે ફૂડ ખુલ્લું નહીં રહે અને ફ્રિઝ ગંદુ નહીં થાય. તમે ઢાંકણ વાળા અથવા ક્લિંગ ફિલ્મ સાથેના બૉક્સનો ઉપયોગ કરો.
દરેક વસ્તુ માટે અલગ કન્ટેનર: શાકભાજી, ફળ, દૂધ અને બીજી વસ્તુઓ અલગ કન્ટેનરમાં રાખો. આના કારણે એક વસ્તુનો રસ કે પ્રવાહી બીજી વસ્તુ પર નહીં પડે અને ફ્રિજ સ્વચ્છ રહેશે.
ફ્રિજના શેલ્ફ પર કપબોર્ડ લાઇનર મૂકો. જેના કારણે જો કોઈ વસ્તુ પડી જાય તો પણ લાઈનર સરળતાથી સાફ થઈ જાય છે અને ફ્રીજ ગંદું થતું નથી.
ફ્રિઝમાં રાખેલી જૂની અને બગડેલી વસ્તુઓને સમય થાય એટલે દૂર કરો. આના કારણે ફ્રિજમાં તાજી અને ઉપયોગી વસ્તુઓ જ રહેશે અને ગંધ પણ નહીં આવે.