ઓનલાઈન કોઈને આધાર નંબરની જાણકારી આપતા પહેલા રાખો આ ધ્યાન, નહીં તો થઈ જશે મુશ્કેલી
- આધાર નંબરને કોઈ સાથે શેર ન કરવો
- ઓનલાઈન પ્લેટફોર્મ પર તો કોઈ દિવસ ન આપવી જાણકારી
- ડેટાને ઓનલાઈન શેર કરતા પહેલા રાખો ધ્યાન
આજના સમયમાં દરેક કામ ઓનલાઈન થતા હોય છે. ઓનલાઈન કામ કરનારા લોકોની સંખ્યામાં પણ દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. આવા સમયમાં એક જાણકારી એવી પણ આવી રહી છે કે કોઈ વ્યક્તિએ પોતાના આધાર નંબરની જાણકારી ઓનલાઈન કોઈને આપવી જોઈએ નહી. તમારો આધાર નંબર ને બધા જ લોકો સાથે શેર કરવો ન જોઈએ. જેથી તમારે તમારા આઈડી પ્રુફ તરીકે આધાર ને શેર કરતી વખતે ખુબ જ ધ્યાન રાખવું જોઈએ.
જો કે આ બાબતે લોકોએ ધ્યાન રાખવું જોઈએ કે જો તમારે તમારા આઇ.ડી પ્રુફ તરીકે તમારું આધાર કાર્ડ આપવું પણ હોય તો તેવા સંજોગો ની અંદર તમારે તમારા આધાર કાર્ડ નંબરને ડિસ્કલોઝ કરવો ન જોઈએ. જેના માટે તમારે મસ્કડ આધાર અથવા 16 ડિજિટ વર્ચ્યુઅલ આઈડી નો ઉપયોગ કરવો જોઈએ.
મસ્કડ આધાર એ એક એવો ઓપ્શન છે કે જેમાં અંદર જ્યારે યુઝર્સ દ્વારા તેમના આધાર કાર્ડની કોપીને ડાઉનલોડ કરવામાં આવે છે તેની અંદર તેમના આધાર નંબરને છુપાયેલો રાખવામાં આવેલ છે. આ કોપીની અંદર તમારા આધાર કાર્ડ ના શરૂઆતના 8 આંકડાને કોઈ બીજા કેરેક્ટરની સાથે બદલી નાખવામાં આવે છે અને માત્ર છેલ્લા ચાર આંકડાને બતાવવામાં આવે છે.
મસ્કડ આધારને ઘણી બધી જગ્યા ઉપર વેલીડ ગણવામાં આવે છે અને સ્વીકારવામાં પણ આવે છે. જેથી તમારે તે પ્રકારની કોઇપણ એક ટ્રકની અંદર ફસાવવું નહીં કે આ યોગ્ય નથી અથવા સ્વીકારવામાં આવતું નથી. મસ્કડ આધારને ડાઉનલોડ કરવાની રીત પણ અલગ છે