Site icon Revoi.in

સિલ્કની સાડી પહરેતા સમયે રાખો આ ધ્યાન

Social Share

જ્યારે પણ સિલ્કની સાડી પહેરવાની વાત આવે એટલે મહિલાઓ એ વાતને લઈને ખાસ પરેશાન રહેતી હોય છે કે, આખરે આપણે આ સાડીને કઈ રીતે પહેરીએ તો બધાથી હટકે લાગીએ. કેમ કે આ સાડીની બનાવટ એકદમ સ્મૂથ હોય છે જેના કારણે તેને સંભાળવી મૂશ્કેલ થઈ જાય છે.

સૌથી પહેલા તો તમારે એ જાણવું પડશે કે, કયા રંગો તમારા પર વધારે સારા લાગે છે અને કયા નહી. કેમ કે, રંગો આપણી સુંદરતા વધારી પણ શકે છે અને સુંદરતા બગાડી પણ શકે છે. એવામાં સૌથી પહેલા તમારા દેખાવ પ્રમાણે યોગ્ય રંગ પસંદ કરવાનો છે. આ અમે તમને એટલા માટે પણ જણાવી રહ્યા છીએ કારણ કે, સિલ્કની સાડીઓ થોડી ચમકદાર હોય છે. જો તમે ભૂલથી કોઈ રંગ પસંદ કર્યો છે જે તમારા દેખાવને અનુરૂપ નથી,તો તે સાડી તમારા પર સારી નહી લાગે.

બીજી સૌથી મહત્વની વાત એ છે કે, જો તમારી સિલ્ક સાડી ડાર્ક કલરની છે, તો તમે તેને કોઈપણ સાંજના સમયના ફંક્શનમાં પહેરી શકો છો.આ સિવાય દિવસમાં પહેરવા માટે હળવા રંગની સાડીઓ રાખો,કારણ કે રાત્રિના પ્રકાશમાં તેનો રંગ દબાઈ જશે અને એ ખીલશે નહી.
સિલ્કની સાડી પહેરવી એ ઘણુ મુશ્કેલ કામ છે.જો કે,એક વાત એ પણ છે કે, આ સાડી જો જે એકવાર યોગ્ય રીતે બંધાઈ ગઈ તો તે તમને સ્ટાઇલિશ બનાવવામાં કોઈ કસર છોડશે નહીં. તમે મમ્મી કે દાદીને ઘણી વખત એવું કહેતા સાંભળ્યા હશે કે, સિલ્કની સાડીઓમાં વધારે સેફ્ટી પિનનો ઉપયોગ થતો નથી,જેના કારણે તેમની પ્લેટ્સ વધુ સરકે છે.પણ ખરેખરમાં એવુ કાંઈ હોતુ નથી. સિલ્ક સાડીઓનું આકર્ષણ તમે જે રીતે પહેરો છો તેમાં રહેલું છે.તેથી એવામાં જ્યારે પણ તમે સિલ્કની સાડી પહેરો છો,તો સૌથી પહેલા પ્રયાસ કરો કે તમારી સાડી સારી રીતે પ્રેસ કરેલી હોય અને પછી તેને લપેટવાનું શરૂ કરો. જો તમે સાડીની સારી પ્લેટ્સ નથી બનાવી શકતા તો તમે બીજાની મદદ લઈ શકો છો.