- નવરાત્રીમાં આ ફૂડનું કરો સેવન
- શરીરમાં અશક્તિને આવતા રોકશે
- ઉપવાસ પણ તૂટશે નહીં
નવરાત્રી કે જે ગુજરાતની ઓળખ છે, લોકો આ તહેવારને એટલો પવિત્ર માને છે કે તે દિવસોમાં લોકો નવ દિવસ ઉપવાસ પણ કરતા હોય છે. આ સમય દરમિયાન કેટલાક લોકોને અશક્તિ આવી જતી હોય છે, પણ હવે તે લોકોએ ચિંતા કરવાની જરૂર નથી જે લોકોને આ પ્રકારની સમસ્યા થતી હોય,કારણ કે કેટલાક પ્રકારના ફૂડનું સેવન કરવાથી ઉપવાસ તૂટતો પણ નથી અને શરીરમાં અશક્તિ પણ આવતી નથી.
કેળા અને અખરોટનો મિલ્ક શેક ઉપવાસ દરમિયાન આરોગ્યપ્રદ ખોરાક બની શકે છે. આ માટે બ્લેન્ડરમાં કેળા, દૂધ, અખરોટ અને મધ એકસાથે નાખીને તેને થોડા સમય માટે બ્લેન્ડ કરો. તેમાં સ્વાદ અનુસાર મધ ઉમેરી શકો છો. પછી તેને શેક તરીકે પી શકાય છે.
આ ઉપરાંત ઉપવાસ દરમ્યાન ખોરાકમાં ખારું ખાઈ નથી શકતા. પરંતુ ફક્ત મીઠી વસ્તુઓનું જ સેવન કરી શકીએ છીએ. જેથી કેટલીક મીઠાઈઓ અથવા મીઠી વસ્તુઓ છે જેનું તમે ઉપવાસ દરમ્યાન પણ સેવન કરી શકો છો. જે સ્વાદમાં પણ સારી લાગે છે અને એનર્જી પણ સારી આપે છે.
જો કે કેટલાક લોકોને આ પ્રકારે સેવન કર્યા બાદ પણ ઉપવાસ દરમિયાન અશક્તિ આવી જતી હોય છે તો તે લોકોએ ઉપવાસ પહેલા ડોક્ટરની અથવા જાણકારી સલાહ જરૂર લેવી જોઈએ.