- બાળકોને અત્યારે શરદી-ખાંસીથી દૂર રાખવા જરૂરી
- ઘરે બેઠા અપનાવો આ ઉપાય
- આયુર્વેદિક રીત છે એકદમ અસરકારક
હાલનો સમય એવો છે કે ઋતુમાં કોઈ પણ સમયે બદલાવ જોવા મળતા હોય છે. ક્યારેક તોફાનના કારણે વરસાદ તો થોડા દિવસ પછી ભારે ગરમી. તો આવા વાતાવરણની અસર બાળકો પર જલ્દી થાય છે અને તેવામાં બાળકોને શરદી-ઉધરસ-ખાંસી જેવી તકલીફ પડતી હોય છે.
હવે આ સમસ્યાનો ઉપાય તમારા ઘરમાં જ છે. બાળકોને કોરોના જેવા સમયમાં શરદી-ઉધરસ-ખાંસીથી દૂર રાખવા અત્યંત જરૂરી છે. આ માટે બાળકોને શરદી ઉધરસ જેવી સમસ્યાથી રાહત આપવા માટે તેમને બેથી ચાર ચમચી અજમાનું પાણી આપો. અજમાના પાણી માટે એક ગ્લાસ પાણીમાં એક મોટી ચમચી અજમો નાખીને તેને ઉકાળી લો. અડધો ગ્લાસ પાણી વધે ત્યાં સુધી તે પાણીને ઉકાળો. બાળકને થોડી-થોડી વારે બેથી ચાર ચમચી અજમાનું પાણી આપો. જો બાળક મોટું છે તો તમે તેને અજમાનું પાણી આપી શકો છો. આ પાણીથી બાળકને શરદી ઉધરસમાં રાહત થશે.
જો બાળકોને હળદરવાળુ દૂધ આપવામાં આવે તો પણ તે વધારે ગુણકારી અને ફાયદાકારક છે. શરદી ઉધરસથી રાહત મેળવવા માટે બાળકોને હળદરવાળું દૂધ પણ આપી શકો છો. દૂધમાં હળદર નાખીને તેને ગરમ કરવું અને હૂંફાળો થવા પર બાળકને આપો.