Site icon Revoi.in

આ બીમારીથી પોતાના બાળકને રાખજો સલામત,માતા-પિતાએ સતર્ક થવાની જરૂર

Social Share

પહેલા સમયમાં કેટલીક બીમારીઓ હતી કે જેના કારણે મોટી સંખ્યામાં જન્મ લેતાની સાથે જ થોડા સમયમાં મૃત્યુ પામતા હતા, પણ હવે આજના સમયમાં વિજ્ઞાનના વિકાસના કારણે હવે સ્થિતિ સુધરી છે. આવામાં જો વાત કરવામાં આવે બાળકોની સલામતીની તો હજુ પણ કેટલીક બીમારીઓ છે જે બાળકોને જ ટાર્ગેટ કરે છે અને બાળકો જ તેનો શિકાર થાય છે.

આ બીમારીનું નામ છે હિપેટાઈટિસ, આ બાબતે ડબ્લ્યુએચઓ પાસેથી મળેલી માહિતી અનુસાર, નાના બાળકોમાં ફેલાતા આ તીવ્ર હેપેટાઇટિસનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ કેટલાક નિષ્ણાતો આના પર અનુમાન લગાવી રહ્યા છે કે, આ સમસ્યા એડેનોવાયરસ ચેપનો સંકેત હોઈ શકે છે. જો કે, વાયરસ અને અન્ય સૂક્ષ્મજીવાણુઓ પર પણ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે જે લીવરમાં બળતરા અને લાલાશનું કારણ બને છે.

લીવરની બળતરાની સ્થિતિને હેપેટાઈટીસ કહેવામાં આવે છે. જો કોઈ કારણસર લીવરમાં અચાનક ગંભીર બળતરા થાય તો તેને એક્યુટ હેપેટાઈટીસ કહેવાય છે. તીવ્ર હેપેટાઈટીસના વિવિધ પ્રકારો છે, જેના આધારે તેમની તીવ્રતા નક્કી કરવામાં આવે છે.

આ ઉપરાંત જો આ બીમારી વિશે વાત કરવામાં આવે તો એડેનોવાયરસ સામાન્ય રીતે ડબલ-સ્ટ્રેન્ડેડ ડીએનએ જીનોમ વાયરસ છે અને તેના સંપર્કમાં આવ્યા પછી, વ્યક્તિને તાવ, ગળામાં દુખાવો, છીંક આવવી, વહેતું નાક અથવા નાક ભરેલું વગેરે જેવા શરદી જેવા લક્ષણો હોઈ શકે છે. જો કે, કેટલાક કિસ્સાઓમાં તે ગંભીર લક્ષણો તરફ દોરી શકે છે અને વ્યક્તિ ઝાડા, ન્યુમોનિયા, બ્રોન્કાઇટિસ અને નેત્રસ્તર દાહ જેવી સમસ્યાઓ વિકસાવી શકે છે.