તમારા મેકઅપના બ્રશ અને સામાનને રાખો સાફ સૂતરા
- મેકઅપના સામાનની ખાસ રીતે કરો જાળવણી
હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે, ગરમીના કારણે મેકઅપ કરતી વખતે અનેક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે, મેકઅપ લોંગ ટાઈમ રહે અને સચવાઈ તે બાબતને પણ ખાસ મહત્વ આપવું પડતું હોય છે, પણ આજે આપણે વાત કરીશું મેકઅપના સામાનનની કઈ રીતે સાફ સફાઈ રાખવી જેથી કરીને મેકઅપ લોંગ ટાઈમ સુધી બગળે નહી અને વધુ ઉપયોગમાં લઈ શકાય.
જો તમારા બ્યુટી પ્રોડક્ટ્સ જલદી ખરાબ થઈ જાય છે, તો તેનો મતલબ એવો છે કે તમે તેની સરખી સાર સંભાળ કરતા નથી. તમારા કોસ્મેટીક પ્રોડક્ટ નો સરખી રીતે ઉપયોગ અને દેખરેખ કરીને તમે સરળતાથી તેની આયુ વધારી શકો છો.બ્યુટી પ્રોડક્ટસ ને સુરક્ષિત અને ચોખ્ખા રાખવાના સરળ ઉપાય આજે આપણે જાણીએ.
મેકઅપ બ્રશમને યૂઝ કર્યા બાદ નવશેકા પાણી વડે ઘોઈને રાખો
ખાસ કરીને મેકઅપના જે બ્રશ આપણે ઇપયોગ કરીએ છીએ તેને વાંરવાર ધોયા વગર ઉપરયોગ કરી લઈએ છે પરિણામે ચહેરા પર એલર્જી થવાની શક્યતાઓ વધે છે, ત્યારે સૌ પ્રથમ જ્યારે પણ તમે મેકઅપ બ્રશ વડે પ્રોડક્ટ અપ્લાય કરો છો ત્યાર બાદ તમામ બ્રશને નવસેકા ગરમ પાણીમાં 10 થી 15 મિનિટ પલાળી રાખવા ત્યાર બાદ તેમાં પાવડર કે શેમ્પૂ નાખીને તેને બરાબર વોશ કરીને પંખા નીચે સુકવી દેવા .
ફાઉન્ડેશન લગાવવાનું પંચ વાંરવાર પાણી વડે સાફ કરીને રાખવું
મેકઅપનું સ્પંચ જેનાથી આપણે ચહેરા પરા ફાઉન્ડેશન કે પાવડર અપ્લાય કરીએ છીે તેને પમ ખાસ સાફ રાખવું જોઈએ કારણ કે તે સીધેસીધુ ગાલ પર લગાવવાથી એલર્જીની સાથે સાથે ચહેરો પણ બગડવાની શક્યતાઓ છે, જેથી આ પંચને4 થી 5 પાણી વડે ઘોઈને કોરું કરીને એક પ્લાસ્ટિકની બેદમાં મૂકવાની આદત રાખો, બીજી વખત જ્યારે પણ પંચ ઉપયોગમાં લો તો સાફ પંચ ઉપયોગ કરો.