Site icon Revoi.in

આયુર્વેદિક છોડનો ઉપયોગ કરી મોંઢાની સ્વચ્છતા રાખો, થશે અનેક રીતે ફાયદા

Social Share

આયુર્વેદ અનુસાર, જો તમે દાંત અને ઓરલ હેલ્થને સારી રાખવા માટે બાવળના છોડનો ઉપયોગ કરો છો, તો તે તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેનાથી દાંત પણ મજબુત બને છે અને દાંતમાં પ્લેક વગેરે થવાનું જોખમ પણ ઘણું ઓછું રહે છે.

બાવળના છોડનો ઉપયોગ કરતા પહેલા તમારે તેની છાલ અને મૂળને બાળી નાખવી પડશે અને તે પછી તમે તેનો ઉપયોગ દાંત સાફ કરવા માટે કરી શકો છો. તેની ડાળીઓનો બ્રશ તરીકે ઉપયોગ પણ કરી શકાય છે. તે માત્ર દાંતને મજબૂત બનાવશે જ નહીં પરંતુ તે દાંતના ચેપને દૂર કરવામાં પણ મદદરૂપ છે.

બાવળના છોડમાં આયર્ન, મેંગેનીઝ, ઝીંક, વિટામીન જેવા પૌષ્ટિક તત્વો હોય છે જે શરીર માટે ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ હોઈ શકે છે. બાવળના ઝાડની છાલથી લઈને તેના મૂળ સુધી દરેક ચીજ વ્યક્તિના શરીર માટે ફાયદાકારક છે. કેટલાક અહેવાલો અનુસાર, બાવળનું ઝાડ મોંમાંથી આવતી દુર્ગંધને રોકવામાં મદદરૂપ છે અને તે દાંત સાફ કરવામાં પણ મદદ કરે છે. તેથી જ તેનો ઉપયોગ ઘણી ટૂથપેસ્ટમાં પણ થાય છે.