- વોટ્સએપમાં આ રીતે સેટ કરો પ્રાઈવસી
- મેસેજ વાંચશો તો પણ સામેવાળાને ખબર નહીં પડે
- લોકોની કામ વગરની વાતોથી મળશે છૂટકારો
વોટ્સએપ એ એક હવે એવું પ્લેટફોર્મ બની ગયું છે જેના પર કરોડોની સંખ્યામાં લોકો હાજર છે. લોકો કંઈક ને કંઈક તો હંમેશા કરતા જ રહેતા હોય છે અને કંઈ ન મળે તો ગમે તે કામથી લોકોને મેસેજ કરતા રહેતા હોય છે. પણ આ પ્રકારના વર્તનથી એવા લોકો કંટાળી જાય છે જે લોકોને કામ કરવાનું હોય છે. તો હવે આ લોકોએ વોટ્સએપમાં આ પ્રકારે પ્રાઈવસી સેટ કરવી જોઈએ.
વોટ્સએપમાં જે પણ વ્યક્તિ મેસેજ મોકલે છે તેને ખબર પડી જાય કે સામે વાળા વ્યક્તિએ તેનો મેસેજ જોયો કે નહી. બલ્યુ ટીક માર્ક બતાવે તેના દ્વારા આની જાણ થાય છે. પણ જો આ બ્લ્યુ ટીકને જે બંધ કરી દેવામાં આવે તો મેસેજ મોકલનારને જાણ થશે નહી કે તમે એનો મેસેજ વાંચ્યો છે કે નહી.
તો સૌથી પહેલા જે લોકોને કેટલાક લોકોના મેસેજ નથી વાંચવા તે લોકો સેટિંગ્સમાં સૌથી સરળ પદ્ધતિ રીડ રિસીપ્ટ અથવા બ્લૂ ટિકને બંધ કરી દેવાની છે. આવું કરવાથી અન્ય વ્યક્તિ તમારો મેસેજ વાંચે છે કે નહીં તેની જાણ થશે નહીં.
તમે જિજ્ઞાસુ વૃત્તિના હોવ અને વોટ્સએપ મેસેજ કોણે જોયો છે, તે જાણવું હોય પણ તમે મેસેજ જોયો છે તેની જાણ અન્યને ન થાય તેવું ઈચ્છતા હોવ તો આ ટ્રિકને અનુસરી શકો છો. આવું કરવા માટે ફોન પર વોટ્સએપ મેસેજ ખોલતા પહેલા ફોનને એરપ્લેન મોડ પર સેટ કરવો પડશે. ત્યારબાદ તમે WhatsApp મેસેજ વાંચી શકો છો. એરપ્લેન મોડને બંધ કર્યા બાદ તમે વાંચેલો મેસેજ સેન્ડ કરનારને Unread જ દેખાશે.
આ ઉપરાંત કોઈ પણ વ્યક્તિ પોતાના મોબાઈલનું ઈન્ટરનેટ બંધ રાખીને પણ મેસેજ વાંચી શકે છે. પણ મેસેજને ઓપન કરતા પહેલા ઈન્ટરનેટ બંધ કરવું જરુરી છે અને પછી ફરીવાર જ્યારે તમે ઈન્ટરનેટ ઓન કરશો ત્યારે તેને જાણ થશે કે તમે એ વ્યક્તિને મેસેજ વાંચ્યો છે કે નહી.
વોટ્સએપ પર ઓનલાઈન છો કે નહીં તે છુપાવા માટે તમારે લાસ્ટ સીન બંધ કરવું પડશે. આ માટે સેટિંગમાં જાવ અને એકાઉન્ટ પર ક્લિક કરો. ત્યારબાદ પ્રાઇવેસી પસંદ કરો. હવે વોટ્સએપ સેટિંગમાં જઈ તમારી Last Seenને બધા જ કોન્ટેક્ટ્સમાંથી Disable કરી શકો છો. મેસેજ Unread પણ કરી શકો છો