- મધ અને મુલતાની માટી ઘરમાં રાખવી
- એલોવિરા જેલથી ચહેરાને માલિશ કરતું રહેવું
- ગુલાબજળથી ચહેરાની સફાઈ કરવી
ઉનાળાની ઋતુમાં ચહેરાની ખાસ કાળજી લેવી જોઈએ, આ સાથે જ બહારના વાતાવરણથી આપણો ચેહરો ઓઈલી અને ચીકાશવાળો થી જતો હોય છે અને રોજ રોજ પાર્લર જવાનું પોસાય તેમ હોતું નથી, અને હાલ કોરોનાના કારણે ઘરની બહાર જવું પરવળે તેમ હોતું નથી ત્યારે આવી સ્થિતિમાં મહિલાઓએ કેટલીક એવી વસ્તુઓ છે જે ઘરમાં ખાસ પાસે રાખી મૂકવી જેનાથી ચહેરાની કાળજી પણ લઈ શકાશે અને પાર્લર જેવો ગ્લો ઘરે બેઠા જ મેળવી શકાશે.
ચાલો જાણીએ ઘરમાં કઈ કઈ વસ્તુઓ મહિલાઓએ ખાસ રાખવી જોઈએ, જે તમારી બ્યૂટિ ટિપ્સને ખાસ બનાવશે
મુલતાની માટીઃ- ઘરમાં ખાસ મુલતાની માટી રાખવી, જ્યારે પણ ચહેરા ચીકાશ થઈ જાય અને ચહેરો ઓઈલી લાગે ત્યારે મુલતાની માટીને ગુલાબજળમાં પલાળીને 10 મિનિટ ફેશ પર લગાવી રહેવા દેવી ત્યાર બાદ ઠંડા પાણી વડે ફેશ ઘોઈ લેવો. આમ કરવાથી તમારા ચહેરા પર ગ્લો આવશે અને ચીકાશ દૂર થશે,
ગુલાબજળઃ- ખાસ કરીને ગરમીની સિઝનમાં ઘરમાં ગુપલાબજળની બોટલ ખાસ રાખી મૂકવી. આ ગુલાબના પાણી વડે દિવસના એકથી 2 વખત ચહેરાને સાફ કરવાનું રાખો જેથી ચહેરા પર જમા થયેલ ડસ્ટ દૂર થશે અને ચહેરો ચમકી ઉઠશે.
મધઃ- મધ એવી વસ્તુ છે કે જે અનેક બાબતોમાં કામ લાગે છે, ત્વચાથી લઈને આરોગ્ય લક્ષી બાબતોમાં મધનો ઉપયોગ ખાસ થતો આવે છે, મધ ખાસ કરીને ઘરમાં રાખવું જોઈએ, મધ અને હરદળનો લેપ બનાવીને ચહેરા પર લગાવાથી ચેહરોની ચમક ખીલી ઉઠે છે, આ સાથે જ ફેશિયલ કર્યું હોય તેવો ગ્લો ઘરે બેઠા મળે છે. આ સાથે જ મધ અને લીબુંનો રસ ચહેરા પર લગાવાથી તે મોશ્ચોરાઈઝરનું કામ કરે છે.
અલોવીરા જેલઃ- બને ત્યા સુધી ઘરમાં કુંડામાં એલોવિરા રોપેલું રાખો, જો આ ઓપ્શન ન હોય તો તમે માપર્કેટમાંથી એલોવિરાનું જેલ ઘરમાં રાખઈ શકો છો, રોજ રાતે સુતા વખતે ચહેરા પર એલોવિરા જેલ લગાવીને સુઈ વું સવારે જાગીને ઠંડા પાણીથી ફેશ ઘોવો, આમ રોજ કરવાથી ચહેરા પર ખીલની સમસ્યાઓ દૂર થશે આ સાથે જ ગરમીથી રાહત પણ મળશે. જો તમને પગના તળીયામાં પણ બળતરા થતી હોય તો એલોવિરા જેલ લગાવી શકો છો.