ટેક્નોલોજીની દુનિયામાં જો સૌથી મોટી સમસ્યા હોય તો તે છે કે કોઈ પણ એપ્લિકેશન, સોફ્ટવેર કે કઈપણ હેક થઈ શકે છે, અને તેનાથી ડેટાને થનારુ નુક્સાન તે સૌથી મોટી સમસ્યા છે. આવામાં ટેક્નોલોજી એક્સપર્ટ દ્વારા જણાવવામાં આવે છે કે કોઈ પણ જગ્યાએ પાસવર્ડને મજબૂત રાખો કારણ કે કોઈ પણ વસ્તુ હેક થઈ શકે છે.
જો વાત કરવામાં આવે રાઉટરની તો રાઉટરની સેટિંગ્સ દરમિયાન તમારા સર્વિસ સેટ આઇડેન્ટિફાયર (SSID) ને પણ બદલી શકો છો, આ નેટવર્કનું નામ છે જે લોકો જુએ છે, સામાન્ય રીતે તે રાઉટર બનાવનારનું નામ છે. હેકર્સ માટે આવા રાઉટરને હેક કરવું ખૂબ જ સરળ છે. માત્ર SSID બદલવાથી એ સુનિશ્ચિત થતું નથી કે હેકર્સ તમારા ઉપકરણને ઍક્સેસ કરી શકશે નહીં, પરંતુ તેમ છતાં તે એક સુરક્ષિત પદ્ધતિ છે.
આ ઉપરાંત દુનિયામાં હેકર્સ દ્વારા આ પ્રકારની પ્રવૃતિ મોટા પ્રમાણમાં બની રહી હોવા છતાં ઘણા લોકો આ બાબતે સાવચેતી રાખતા નથી. 2018નું એક સર્વેક્ષણ દર્શાવે છે કે યુકેમાં 54% Wi-Fi યુઝર ચિંતિત હતા કે તેમનું રાઉટર હેક થઈ શકે છે.
પોતાના Wi-Fiને સુરક્ષિત રાખવા માટે એડમિન પાસવર્ડ બદલવો સૌથી મહત્વપૂર્ણ છે, ડિફોલ્ટ લોગિન સેટિંગ્સનો ઉપયોગ કરવાનું ટાળો, પાસવર્ડ્સ લાંબા અને રેન્ડમ હોવા જોઈએ અને જો રાઉટર પરવાનગી આપે છે તો રાઉટરના યુઝરનું નામ પણ બદલવું જોઈએ.