સ્વસ્થ રહેવા માટે પાણી પીવું સૌથી જરૂરી છે. પરંતુ જો તમે યોગ્ય જગ્યાએ પાણીનો સંગ્રહ નથી કરતા તો તેનાથી નુકસાન થઈ શકે છે. સ્વાસ્થ્યને સૌથી વધુ નુકસાન ત્યારે થાય છે જ્યારે ધોયા વગર એક જ બોટલનો વારંવાર ઉપયોગ કરો.. તમારી જાતને હાઇડ્રેટેડ રાખવા માટે તમારી બોટલમાંથી પાણી પીવું શ્રેષ્ઠ છે. પરંતુ બોટલને ધોયા વગર સતત એક જ બોટલમાંથી પાણી પીવું સ્વાસ્થ્ય માટે સારું નથી
પાણીની બોટલમાં બેક્ટેરિયા ઉત્પન્ન થાવ લાગે છે
હવે આપણે જે બોટલમાં પાણી ભરીએ છે તેને જો સાફ ન કરવામાં આવે તો તેમાં બેક્ટેરિયા ઉત્પન્ન થાવ લાગે છે. જેના કારણે ઘણીવાર બોટલમાંથી અજીબ સ્મેલ પણ આવે છે. જો પાણીની બોટલને સાફ ન કરવામાં આવે તો આ બેક્ટેરિયા પેટમાં જાય છે અને તેના કારણે બીમારીઓનો ખતરો પણ વધી શકે છે. આ સાથે જ ગમે તેની બોટલમાં મોં લગાવીને પાણી પીવું નહી, તેનાથી તેની બોટલના બેક્ટેરિયા પણ તમારા પેટમાં જઈ શકે છે. બોટલને હમેશાં સાફ અને ચોખ્ખી રાખવી જોઈએ.
શું તમારી પાણીની બોટલ તમારા સ્વાસ્થ્યને નુકસાન કરી શકે છે?
તમારી જાતને હાઇડ્રેટ રાખવા માટે હંમેશા પાણીની બોટલ સાથે રાખો. તમારી જાતને હાઇડ્રેટ કરવાની આ એક સરસ રીત છે. પરંતુ જો તમે સમય સમય પર તેને યોગ્ય રીતે સાફ ન કરો તો તેમાં બેક્ટેરિયા અને ફૂગ વધી શકે છે, જે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
તમારી બોટલ ફૂડ પોઈઝનિંગનું કારણ બની શકે છે
જો તમે ધોયા વગર એકની એક પાણીની બોટલનો સતત ઉપયોગ કરો છો, તો તેમાં જીવાણુઓ વધી શકે છે. ઘણીવાર લોકો તે પાણીની બોટલોની અંદર જીવાણુઓને ઉગતા જોઈ શકતા નથી. આવી સ્થિતિમાં, વ્યક્તિને ફૂડ પોઈઝનિંગ જેવા લક્ષણોનો અનુભવ થઈ શકે છે.
કેવી રીતે બચશો ?
બીમારીથી બચવા માટે પાણીની બોટલને દર વખતે સાબુ અને પાણીથી સાફ કરો. આ સિવાય પાણીની બોટલના ખૂણાઓને બરાબર સાફ કરો. પાણીની બોટલો સ્ટેનલેસ સ્ટીલની હોય, કાચની હોય કે પ્લાસ્ટિકની હોય, બેક્ટેરિયાથી બચવા માટે તેને નિયમિતપણે ધોઈને જ ઉપયોગ કરો