નવી દિલ્હી : ભાજપ આઈટી સેલ સાથે જોડાયેલા બદનક્ષીના કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાની ભૂલ સ્વીકારી છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજકે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તેમણે કથિત અપમાનજનક વીડિયોને રિટ્વિટ કરવાની ભૂલ કરી છે. તેણે બાદમાં સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટમાં આ કેસની સુનાવણી પર 11 માર્ચ સુધી રોક લગાવી દીધી છે.
કેસને રદ્દ કરવાની અરજી હાઈકોર્ટમાંથી નામંજૂર થયા બાદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ વિરુદ્ધ બદનક્ષી કેસમાં ફરિયાદકર્તાને પુછયું છે કે શું કેજરીવાલ દ્વારા પોતાની ભૂલ સ્વીકાર કરવાને ધ્યાનમાં રાખવાના મામલાને બંધ કરવા માંગે છે.
મામલો 2018નો છે. દિલ્હીના મુખ્યમંત્રીએ યૂટ્યૂબર ધ્રુવ રાઠીનો એક વીડિયો સોશયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (ત્યારે ટ્વિટર) પર રિટ્વિટ કર્યો હતો. સોશયલ મીડિયા પેજ આઈ સપોર્ટ નરેન્દ્ર મોદીના ફાઉન્ડર વિકાસ સંકૃત્યાયને કેજરીવાલ વિરુદ્ધ માનહાનિ કેસ કર્યો હતો. તેમણે દાવો કર્યો કે ધ્રુવ રાઠીએ એક વીડિયોમાં તેમના ઉપર અપમાનજનક આરોપ લગાવ્યા હતા અને દિલ્હીના મુખ્યમંત્રીએ કોઈપણ તથ્યોને પરખ્યા વગર વીડિયો શેયર કર્યો. વિકાસ સંસ્કત્યાયને કહ્યુછે કે તેનાથી તેમની છબીને ઠેસ પહોંચી.
નીચલી અદાલતે પ્રથમ દ્રષ્ટિએ તેને માનહાનિકારક માનતા કેજરીવાલને સમન કર્યા હતા. કેજરીવાલ સમન વિરુદ્ધ સેશન્સ કોર્ટ ગયા. પરંતુ તેમની માગણી નામંજૂર કરવામાં આવી. પછી તેમણે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં હાઈકોર્ટમાંથી પણ દિલ્હીના મુખ્યમંત્રીને નિરાશા હાથ લાગી હતી. જસ્ટિસ સ્વર્ણકાંત શર્માએ કહ્યુ હતુ કે અપમાનજનક સામગ્રીને રિટ્વિટ કરવી આઈપીસીની કલમ-499 હેઠળ ગુનો છે.