અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રીના મુદ્દે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ RTI હેઠળ ગુજરાત યુનિવર્સિટી પાસે માહિતી માંગી હતી. સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશને ગુજરાત યુનવર્સિટીને હુકમ કર્યો હતો. જેની સામે ગુજરાત યુનિવર્સિટી 2016 માં હાઇકોર્ટ ગઈ હતી. જ્યાં કોર્ટને જણાવાયું હતું કે, વડાપ્રધાનની ડિગ્રી યુનિવર્સિટીની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે. જેથી, કોર્ટે ચાલુ વર્ષે ચુકાદો આપતા કેજરીવાલને 25 હજારના દંડ સાથે અરજીનો નિકાલ કર્યો હતો ગુજરાત હાઈકોર્ટે કેજરિવાલને ફટકાર લગાવ્યા બાદ કેજરિવાલે સિંગલ જજના ચુકાદા સામે લાર્જ બેન્ચ સમક્ષ અપીલ કરી છે. અરવિંદ કેજરીવાલ તરફે સિનિયર એડવોકેટ અભિષેક સંઘવી ઉપસ્થિત થશે. જ્યારે સામે યુનિવર્સિટી તરફે સોલિસિટર જનરલ તુષાર મહેતા દલીલો કરશે. જોકે, અપીલ ફાઈલ કરવાનો સમય વીતી ગયો છે કે, કેમ તે પણ કોર્ટ આગામી સમયમાં કરશે નક્કી કરશે. આ બાબતે 11 જાન્યુઆરીએ સુનાવણી હાથ ધરાશે.
આ કેસની વિગતો એવી છે. કે, અરવિંદ કેજરીવાલને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી બતાવવા સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશને ગુજરાત યુનવર્સિટીને હુકમ કર્યો હતો. જેની સામે ગુજરાત યુનિવર્સિટી 2016 માં હાઇકોર્ટ ગઈ હતી. જ્યાં કોર્ટને જણાવાયું હતું કે, વડાપ્રધાનની ડિગ્રી યુનિવર્સિટીની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે. જેથી, કોર્ટે ચાલુ વર્ષે ચુકાદો આપતા કેજરીવાલને 25 હજારના દંડ સાથે અરજીનો નિકાલ કર્યો હતો અને યુનિવર્સિટીએ કેજરીવાલને વડાપ્રધાનની ડિગ્રી બતાવવાની જરુર નથી તેમ દર્શાવ્યું હતું.
જો કે કેજરીવાલે 25 હજારના દંડ મુદ્દે અને વડાપ્રધાનની ડિગ્રી ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટ ઉપર ના હોવાની બાબત સાથે રિવ્યૂ પિટિશન દાખલ કરી હતી. જેને જજ બીરેન વૈષ્ણવે નકારી હતી. હવે મૂળ 2016ના કેસના ચુકાદા સામે અરવિંદ કેજરીવાલે ચીફ જજ સુનિતા અગ્રવાલ અને જજ અનિરૂદ્ધ માયી બેન્ચ સમક્ષ અપીલ કરી છે. જોકે, અપીલ ફાઈલ કરવાનો સમય વીતી ગયો છે કે, કેમ તે પણ કોર્ટ આગામી સમયમાં કરશે નક્કી કરશે. આ બાબતે 11 જાન્યુઆરીએ સુનાવણી હાથ ધરાશે.