Site icon Revoi.in

દિલ્હી હાઈકોર્ટમાંથી કેજરિવાલને ના મળી રાહત, ધરપકડને પટકારતી અરજી ના મંજુર

Social Share

નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાહત આપવાનો ઈન્કાર કરી દીધો હતો. સીએમ કેજરીવાલે એક્સાઇઝ પોલિસી મામલામાં મની લોન્ડરિંગ કેસમાં ધરપકડને પડકારી હતી. હાઈકોર્ટે આ અરજી ફગાવી દીધી હતી અને ધરપકડને માન્ય ગણાવી હતી. કોર્ટે નોંધ્યું હતું કે, આ જામીનનો મામલો નથી, પરંતુ ધરપકડને પડકાતો મામલો છે. હાઈકોર્ટે નોંધ્યું કે અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ EDના રિમાન્ડને ગેરકાયદે ન કહી શકાય.

કોર્ટે કહ્યું કે EDની દલીલ એ છે કે અત્યાર સુધીના પુરાવા દર્શાવે છે કે કેજરીવાલ કન્વીનર છે, ગોવાની ચૂંટણીમાં 45 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. કેજરીવાલના વકીલે આનો વિરોધ કર્યો અને શરથ રેડ્ડી અને રાઘવ મુંગટાના નિવેદનોનો ઉલ્લેખ કર્યો. કોર્ટે કહ્યું કે સરકારી સાક્ષી બનવાનો નિર્ણય કોર્ટ દ્વારા લેવામાં આવે છે તપાસ એજન્સી દ્વારા નહીં. જો પ્રશ્ન ઊભો થાય તો પ્રશ્ન મેજિસ્ટ્રેટ પર છે. હાઈકોર્ટે કહ્યું કે આરોપીના હિસાબે તપાસ થઈ શકે નહીં. કોર્ટને રાજકારણ સાથે કોઈ સંબંધ નથી. મુખ્યમંત્રી માટે કોઈ વિશેષ વિશેષાધિકાર નથી.

આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે અરજીમાં એજન્સી દ્વારા ધરપકડના સમય પર સવાલ ઉઠાવ્યા હતા. એમ પણ કહ્યું કે, આ લોકશાહી, નિષ્પક્ષ ચૂંટણી અને સમાન તક સહિત બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન છે. ઈડીએ અરવિંદ કેજરીવાલની અરજીનો વિરોધ કર્યો હતો. કેન્દ્રીય એજન્સીએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ ચૂંટણીના આધારે ધરપકડમાંથી મુક્તિનો દાવો કરી શકતા નથી કારણ કે કાયદો તેમને અને કોઈપણ સામાન્ય નાગરિકને સમાન રીતે લાગુ પડે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અરવિંદ કેજરીવાલની લાંબી પૂછપરછ બાદ 21 માર્ચના રોજ ED દ્વારા તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. હાલ અરવિંદ કેજરિવાલ તિહાડ જેલમાં બંધ છે, તેમજ જેલમાં બેઠા-બેઠા દિલ્હીની સરકાર ચલાવી રહ્યાં છે.