Site icon Revoi.in

સુપ્રીમ કોર્ટમાંથી કેજરિવાલને ના મળી રાહત, જામીન અરજીની સુનાવણી ટળી

Social Share

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજી અને કથિત એક્સાઇઝ નીતિ કૌભાંડમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા તેમની ધરપકડને પડકારતી તેમની અરજી પરની સુનાવણી 5 સપ્ટેમ્બર સુધી મુલતવી રાખી છે.

જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ ઉજ્જવલ ભુયાનની બેંચે સીબીઆઈને આ કેસમાં કાઉન્ટર એફિડેવિટ દાખલ કરવાની મંજૂરી આપી હતી અને કેજરીવાલને જવાબ દાખલ કરવા માટે બે દિવસનો સમય આપ્યો હતો. કેજરીવાલ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક સિંઘવીએ જણાવ્યું હતું કે, સીબીઆઈએ માત્ર એક જ અરજી પર કાઉન્ટર એફિડેવિટ દાખલ કરી છે અને તે ગુરુવારે રાત્રે 8 વાગ્યે તેમને આપવામાં આવી હતી.

એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ કહ્યું કે, તેઓ એક સપ્તાહમાં તેમનો જવાબ દાખલ કરશે. આ પછી, બેન્ચે કેસની આગામી સુનાવણી માટે 5 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરી. સર્વોચ્ચ અદાલતે 14 ઓગસ્ટે કેસમાં કેજરીવાલને વચગાળાના જામીન આપવાનો ઇનકાર કર્યો હતો અને તેમની ધરપકડને પડકારતી અરજી પર તપાસ એજન્સી પાસેથી જવાબ માંગ્યો હતો. કેજરીવાલની સીબીઆઈ દ્વારા 26 જૂને ધરપકડ કરવામાં આવી હતી.

#KejriwalCase #SupremeCourt #CBIVsKejriwal #ExcisePolicyScam #ArvindKejriwal #BailPlea #CBIInvestigation – #SupremeCourtHearing #JusticeDelayed #KejriwalArrest #PoliticalLeaders #LegalBattle #IndianPolitics  #CourtCases #LawAndOrder #JusticeSystem #PoliticalNews #CourtDecisions #LegalNews #IndianLaw  #SupremeCourtOfIndia #CriminalJustice #PoliticalLeadership