નવી દિલ્હી: દિલ્હીના કથિત દારૂ ગોટાળામાં નામ ઉછળ્યા બાદ અરવિંદ કેજરીવાલની સરકારના મંત્રી આતિશીએ મંગળવારે ચુપકીદી તોડતા ભારતીય જનતા પાર્ટી પર સનસનાટીપૂર્ણ આરોપ લગાવ્યો છે. આતિશીએ દાવો કર્યો છે કે તેમના એક નિકટવર્તી વ્યક્તિના માધ્યમથી ભાજપે તેમનો સંપર્ક કર્યો છે. આતિશીએ કહ્યું છે કે જો તે બાજપમાં સામેલ નહીં થાય, તો એક માસમાં તેમને એરેસ્ટ કરી લેવામાંઆવશે.
આમ આદમી પાર્ટીના નેતાનો દાવો છે કે તેમના સિવાય સૌરભ ભારદ્વાજ, દુર્ગેશ પાઠક અને રાઘવ ચઢ્ઢાને એરેસ્ટ કરાય તેવી શક્યતા છે. તો ભાજપે આતિશીને તે વ્યક્તિનું નામ જણાવવા માટે કહ્યું છે કે જેણે તેમને ઓફર આપી છે.
આતિશીએ કહ્યું છે કે હું દેશભરના લોકોને જણાવવા માંગુ છું કે ભાજપે મારા વ્યક્તિગત , ઘણાં નિકટવર્તીના માધ્યમથી મને ભાજપમાં સામેલ થવા માટે સંપર્ક કર્યો. મને કહેવામાં આવ્યું કે હું ભાજપ જોઈન કરી લઉં, મારું કરિયર બચાવી લઉં અને જો ભાજપ જોઈન નહીં કરું, તો આગામી એક માસામં ઈડી મને એરેસ્ટ કરી લેશે. મારા ઘણાં નિકટવર્તી વ્યક્તિના માધ્યમથી જણાવવામાં આવ્યું છે. તેમણે કહ્યું છે કે વડાપ્રધાન અને ભાજપે મન બનાવી લીધું છે કે આમ આદમી પાર્ટી અને તેના તમામ નેતાઓને તેઓ કચડવા માંગે છે.
આતિશીએ કહ્યું છે કે પહેલા આમ આદમી પાર્ટીના ટોચના નેતાઓને એરેસ્ટ કર્યા. હવે ભાજપ લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના વધુ ચાર નેતાઓને એરેસ્ટ કરવા માંગે છે. આતિશીએ કહ્યું છે કે તેઓ મને સૌરભ ભારદ્વાજ, દુર્ગેશ પાઠક અને રાઘવ ચઢ્ઢાને એરેસ્ટ કરશે. આ દરમિયાન ભાજપના નેતા મનજિંદર સિંહ સિરસાએ આતિશીના આરોપોને રદિયો આપતા કહ્યું છે કે તેમણે જણાવવું જોઈએ કે કોણે તેમનો સંપર્ક કર્યો છે, જેથી તેમને પકડી શકાય. આમ આદમી પાર્ટીના નેતાઓ તરફથી પહેલા પણ આવા પ્રકારના આરોપો લગાવાયા અને ભાજપે દરેક વખતે પુરાવાની માગણી કરી છે.
આતિશીએ કહ્યું છે કે ભાજપે આશા કરી હતી કે કેજરીવાલની ધરપકડ બાદ આમ આદમી પાર્ટી તૂટી જશે. પરંતુ રવિવારે રામલીલા મેદાનની રેલી બાદ જેમાં લાખો લોકો આવ્યા, ગત 10 દિવસથી આમ આદમી પાર્ટીના સડક પર ચાલી રહેલા સંઘર્ષ બાદ ભાજપને લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટીના ચાર નેતાઓની ધરપકડ કરવી પુરતું નથી. હવે આમ આદમી પાર્ટી વધુ ચાર નેતાઓને એરેસ્ટ કરશે. આમ આદમી પાર્ટીના નેતાએ આશંકા વ્યક્ત કરી છે કે તેમના ઘર પર આગામી સયમાં દરોડા પાડવામાં આવશે, સમન મોકલવામાં આવશે અને એરેસ્ટ કરવામાં આવશે.
ઈડી તરફથી તેમના નામનો કોર્ટમાં કરવામાં આવેલો ઉલ્લેખ ટાંકીને સવાલ કરાયો કે શું તેમની ધરપકડ થઈ શકે છે, તો આતિશીએ કહ્યું કે આ બિલકુલ શક્ય છે. ગઈકાલે જે ઈડીએ સૌરભ અને મારા નામ લીધા, તે એક એવા નિવેદનના આધારે લેવામાં આવ્યા કે જે પહેલેથી જ સીબીઆઈ અને ઈડીની ચાર્જશીટમાં છે. આ નિવદનને એટલા માટે ઉઠાવવામાં આવ્યા કે ભાજપને લાગી રહ્યું છે કે કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનને જેલમાં મોકલ્યા બાદ આમ આદમી પાર્ટી જમીન પર મજબૂતાયથી લડી રહી છે, તો બીજી હરોળના નેતાઓને એરેસ્ટ કરવામાં આવે.
સોમવારે ઈડીએ કેજરીવાલને કોર્ટમાં રજૂ કરતા દાવો કર્યો કે દિલ્હીના મુખ્યમંત્રીએ વિજય નાયર સાથેના સંબંધમાં પોતાના મંત્રીઓ આતિશી અને સૌરભ ભારદ્વાજના નામ લીધા છે. ઈડીએ કહ્યું હતું કે કેજરીવાલને જ્યારે વિજય નાયર સાથેના સંબંધોને લઈને સવાલ કરવામાં આવ્યો, તો તેણે કહ્યુ કે તેમની વચ્ચ સંપર્ક ઓછો હતો. કથિતપણે કેજરીવાલે કહ્યુ હતુ કે નાયર તેમને નહીં, પણ આતિશી અને સૌરભને રિપોર્ટ કરતો હતો. આ પહેલીવાર છે કે જ્યારે આતિશી અને સૌરભ ભારદ્વાજના પણ નામ કથિત દારૂ ગોટાળામાં લેવામાં આવ્યા છે.
તે સમયે ઈડીએ કોર્ટમાં એ દાવો કર્યો ત્યારે આતિશી પણ હાજર હતા. કોર્ટમાંથી જ્યારે આતિશી નીકળ્યા તો મીડિયાકર્મીઓએ નામ લેવા બાબતે તેમની પ્રતિક્રિયા માંગી હતી, પરંતુ આમ આદમી પાર્ટીના નેતા કોઈપણ જવાબ આપ્યા વગર ચુપચાપ ત્યાંથી નીકળી ગયા હતા. દિવસભર આતિશી અને સૌરભ ભારદ્વાજ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નહી. તેને લઈને ભાજપે વ્યંગ પણ કર્યો હતો. જો કે આમ આદમી પાર્ટીના નેતા જેસ્મિન શાહે કહ્યુ હતુ કે આ કોઈ નવી વાત નથી. તેમણે કહ્યુ હતુ કે જ્યારે વિજય નાયરને પહેલીવાર કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો, ત્યારે તેણે પણ આ કહ્યુ હતુ કે તે કેજરીવાલને નહીં પણ આતિશી અને સૌરભ ભારદ્વાજને રિપોર્ટ કરતો હતો. આમ આદમી પાર્ટીના નેતાએ પુછયું કે જે ફેક્ટ પહેલેથી કોર્ટની સામે છે, તેને ફરીથી ઈડી શા માટે ઉઠાવી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે ઈડી આમ આદમી પાર્ટીના વધુ નેતાઓને એરેસ્ટ કરવા માંગે છે.