Site icon Revoi.in

 કેજરીવાલ સરકારનો નિર્ણય:રાજધાનીમાં હવે પાછળના મહિનાના બિલ કરતા દોઢ ગણુ વધારે પાણીનું બિલ નહી આવે

Social Share

દિલ્હી:રાજધાની દિલ્હીના જળ મંત્રી અને જલ બોર્ડના અધ્યક્ષ સત્યેન્દ્ર જૈને ગુરુવારે જાહેરાત કરી હતી કે,રાષ્ટ્રીય રાજધાનીમાં હવે પાછળના મહિનાના બીલ કરતા દોઢ ગણુ વધારે પાણીનું બિલ નહી આવે.બોર્ડની રેવન્યુ મેનેજમેન્ટ સિસ્ટમને મજબૂત કરવા માટે દિલ્હી જલ બોર્ડના અધિકારીઓ સાથે સત્યેન્દ્ર જૈનની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

એક સત્તાવાર નિવેદનમાં જૈને જણાવ્યું હતું કે, “DJBએ આજે ​​તેની બિલિંગ સિસ્ટમ અપડેટ કરી છે. હવે પાછળના મહિનાના બિલ કરતા દોઢ ગણુ વધારે પાણીનું બિલ નહી આવે, જો તે આનાથી વધુ હશે, તો ગ્રાહકને સમજૂતી આપવામાં આવશે, અને તે ફરિયાદ નોંધાવી શકે છે. કોઈપણ ભૂલ માટે બોર્ડ જવાબદાર રહેશે.

તેમણે જણાવ્યું હતું કે,અગાઉના બિલની સરખામણીમાં વપરાશમાં તફાવત 50 ટકા કરતાં વધુ કે ઓછો હોય ત્યારે મીટર રીડર ટેબ્લેટમાંથી બિલિંગ અટકાવવા માટે સ્વચાલિત ચેક સિસ્ટમ હશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “આવા કિસ્સામાં, જો મીટર રીડિંગ ઇમેજ વપરાશની પુષ્ટિ કરે તો જ ઝોનલ રેવન્યુ ઓફિસ દ્વારા બિલ જનરેટ કરવામાં આવશે. આ પગલું ખોટા રીડિંગ બિલને તપાસશે.