Site icon Revoi.in

કેજરીવાલને આપવું પડશે રાજીનામું અથવા લાગશે રાષ્ટ્રપતિ શાસન: દિલ્હીમાં શું થશે, તેના છે 4 રસ્તા

Social Share

નવી દિલ્હી : કથિત દારૂ ગોટાળામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઈડી દ્વારા ધરપકડ બાદ રાજધાનીની પ્રદેશ સરકારને લઈને સસ્પેન્સ અને સવાલ વધી ગયા છે. કેજરીવાલ એવા પહેલા મુખ્યમંત્રી છે, જેમને પદ પર રહેતા એરેસ્ટ કરવામાં આવ્યા છે અથવા પછી એમ કહો કે તે આના પહેલા સીએમ છે, જેમને પોતાની ધરપકડ પહેલા પદ પરથી રાજીનામું આપ્યું નથી. કેજરીવાલે કહ્યુ છે કે તેઓ જેલમાંથી જ સરકાર ચલાવશે. આ દરમિયાન દિલ્હીના ઉપરાજ્યપાલ વી. કે. સક્સેનાએ તેમના પ્લાનને નામંજૂર કરીને સ્પષ્ટ કર્યું છે કે દિલ્હીની સરકાર જેલમાંથી નહીં ચાલે. એલજીની ના બાદ હવે એ વાતની ચર્ચા તેજ થઈ છે કે દિલ્હીમાં હવે શું થશે ? શું કેજરીવાલને રાજીનામું આપવું પડશે? શું તેમના દ્વારા પદ નહીં છોડવા પર રાષ્ટ્રપતિ શાસન લગાવી શકાય છે? અથવા તો પછી ફરી ખેંચતાણનું પરિણામ દિલ્હીને ભોગવવું પડશે? આવો જોઈએ આગામી દિવસોમાં શું-શું થઈ શકે છે.

શું કેજરીવાલ આપશે રાજીનામું ? –

આમ આદમી પાર્ટી, દિલ્હી સરકાર અને ખુદ કેજરીવાલે વારંવાર કહ્યુ છે કે સીએમ અરવિંદ જ રહેશે. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે કેજરીવાલ જેલમાં રહીને પોતાની સરકાર ચલાવતા રહેશે. બંધારણના જાણકારોનું કહેવું છે કે ધરપકડને કારણે એક મુખ્યમંત્રી અથવા મંત્રીએ રાજીનામું આપવું જોઈએ, તેવી કોઈ જોગવાઈ નથી. હા, 2 અતવા 2થી વધુ વર્ષની સજા મળવા પર ગૃહની સદસ્યતા છીનવાય તેવી જોગવાઈ છે. પૂર્વ વિધાનસભા સચિવ એસકે શર્માએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં કહ્યુ છે કે કાયદામાં કોઈ એવી જોગવાઈ નથી કે ધરપકડ  પર કોઈ મુખ્યમંત્રીને રાજીનામું આપવું  પડશે અથવા નવા મુખ્યમંત્રી બનાવવામાં આવે.

જો કે જેલમાંથી સરકાર કેવી રીતેત ચાલી શકશે, તેને લઈને તમામ જાણકાર એકમતમાં સવાલ ઉઠાવી રહ્યા છે. એક મુખ્યમંત્રીને દરરોજ ઘણી બેઠકો કરવાની હોય છે, ફાઈલોનો નિપટારો કરવાનો હોય છે, અધિકારીઓને નિર્દેશો આપવાના હોય છે, આ તમામ કામ જેલમાં રહીને કેજરીવાલ કેવી રીતે કરી શકશે તે સૌથી મોટો સવાલ છે.

આ કારણ છે કે કેટલાક એક્સપર્ટનું માનવું છે કે શાસન-પ્રશાસનમાં મુશ્કેલી આવવા પર કેજરીવાલને પદ છોડવાનો નિર્ણય કરવો પડે તેવી શક્યતા છે. આવું એટલા માટે પણ થઈ શકે છે, કારણ કે કેજરીવાલને પીએમએલએ કેસમાં એરેસ્ટ કરવામાં આવ્યા છે, તેમાં સરળતાથી જામીન મળતી નથી. આ કેસમાં ધરપકડ કરવામાં આવેલા દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહ મહિનાઓથી જેલમાં બંધ છે. નીચલીથી સૌથી ઉપરની અદાલત સુધી તેમની જામીન અરજીઓ નામંજૂર થઈ ચુકી છે. સિસોદિયા અને એક અનય્ પીએમએલએ કેસમાં એરેસ્ટ દિલ્હીના પૂર્વ આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન મહીનાઓ સુધી જેલમાં પણ મંત્રી રહ્યા, પરંતુ બાદમાં તેમનું રાજીનામું લઈ લેવામાં આવ્યું. તેવામાં માનવામાં આવે છે કે જો કેજરીવાલને જલ્દી જામીન નહીં મળે, તો શાસન-પ્રશાસનમાં મુશ્કેલીઓને કારણે તેમનેપદ છોડવાનો નિર્ણય પણ લેવો પડે તેવી શક્યતા છે અને દિલ્હીને નવા મુખ્યમંત્રી મળી શકે છે.

શું રાષ્ટ્રપતિ શાસન લગાવામાં આવશે?

એલજી વી. કે. સક્સેનાએ કહ્યુ છે કે દિલ્હીની સરકાર જેલમાંથી નહીં ચાલે. આમ આદમી પાર્ટી અને કેટલાક એક્સપર્ટ એલજીની વાતને એ વાતનો ઈશારો માની રહ્યા છે કે દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન ચલાવી શકાય છે. વરિષ્ઠ વકીલ મહિંદરસિંહ કહે છે કે એક મુખ્યમંત્રી માટે જેલમાંથી સરકાર ચલાવવી અશક્ય છે.  બંધારણીય સંકટની મંજૂરી આપી શકાય નહીં, રાષ્ટ્રપતિ શાસન એક વિકલ્પ છે. આમ આદમી પાર્ટીના નેતા રહેલા પત્રકાર આશુતોષે પણ કહી રહ્યા છે કે મુખ્યમંત્રીની ધરપકડ બાદ દિલ્હીમાં બંધારણીય સંકટ પેદા થઈ ચુક્યું છે. જો કેજરીવાલ પોતાનું પદ છોડીને કોઈ અન્યને મુખ્યમંત્રી બનાવતા નથી, તો એલજીએ રાષ્ટ્રપતિ શાસનની  ભલામણ કરવી જોઈએ. જો કે આમ આદમી પાર્ટીનું કહેવું છે કે દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગી શકે નહીં. દિલ્હીના મંત્રી આતિશીએ કહ્યું છે કે રાષ્ટ્રપતિ શાસન માત્ર ત્યારે લગાવી શકાય છે, જ્યારે કોઈ અન્ય વિકલ્પ ન હોય. અનુચ્છેદ-356નો મુદ્દો ઘણીવાર હાઈકોર્ટમાં ગયા છે અને કોર્ટે દર વખતે ચુકાદો આપ્યો છે કે રાષ્ટ્રપતિ શાસન માત્ર ત્યારે લગાવી શકાય છે, જ્યારે રાજ્યનું શાસન માટે કોઈ અન્ય વિકલ્પ બચતો નથી. તેમણે કહ્યુ છે કે  જો રાષ્ટ્રપતિ શાસન લગાવી શકાય છે, તો આ સ્પષ્ટ થઈ જશે કે આ રાજકીય પ્રતિશોધનો મામલો છે. બંધારણના અનુચ્છેદ 356 રાજ્યમાં બંધારણીય વ્યવસ્થાની નિષ્ફળતાના મામલામાં જોગવાઈઓ સાથે સંબંધિત છે.

આ દરમિયાન ધ્યાન આપવા જેવી વાત એ છે કે ભાજપ કેજરીવાલ પાસેથી રાજીનામાની માગણી કરી રહ્યું છે, દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસનની નહીં. પાર્ટીના રણનીતિકારોનું માનવું છે કે જો રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે છે, તો આમ આદમી પાર્ટીને વિક્ટિમ કાર્ડ ખેલવાનો મોકો મળી જશે. કેજરીવાલ એ કહી શકે છે કે તેમની પ્રચંડ બહુમતીની સરકારને હટાવવવા માટે તેમને એરેસ્ટ કરવામાં આવ્યા હતા. તેવામાં તેમને આગામી ચૂંટણીમાં સહાનુભૂતિનો ફાયદો મળી શકે છે, જે ભાજપ માટે ફાયદાકારક નહીં હોય.

શું જૈસે થેની સ્થિતિ રહેશે?

ત્રીજો વિકલ્પ દિલ્હીમાં જૈસે થેની સ્થિતિનો માનવામાં આવે છે. આવી સ્થિતિમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વચ્ચે ખેંચતાણને કારણે શાસન- પ્રશાસનના કામકાજમાં ઘણી રુકાવટોનો સામનો કરી રહેલી દિલ્હીને નવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેવી શક્યતા છે. કેજરીવાલ જેલમાંથી કોઈ નિર્દેશ જાહેર કરશે અને ભાજપ તેની કાયદેસરતાને કોર્ટમાં પડકારશે.

કોર્ટ આપશે કોઈ નિર્ણય?

આ તમામની વચ્ચે નજરો કોર્ટ પર પણ છે. આ મુદ્દા જલ્દી અદાલત સુધી પહોંચી શકે છે અને કોર્ટના માધ્યમથી કોઈ માર્ગ નીકળી શકે છે. અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવા માટે દિલ્હી હાઈકોર્ટમાં એક જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી છે. તેના પર ગુરુવારે સુનાવણી થવાની છે. આ જોવું દિલચસ્પ હશે કે કોર્ટ તેમને જેલમાંથી સરકાર ચલાવવાની મંજૂરી આપે છે અથવા તો પછી તેમને રાજીનામું આપવાની સલાહ આપશે.