નવી દિલ્હીઃ લીકર પોલીસી કૌભાંડમાં ડીઈએ ગુરુવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલની ધરપકડ કરી હતી. તેમની ધરપકડ બાદ ઈડી ગઠબંધનના નેતાઓએ કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર આકરા પ્રહાર કર્યાં છે. બીજી તરફ સામાજીક આગેવાન અન્ના હજારેએ જણાવ્યું હતું કે, અરવિંદ કેજરિવાલના કર્મોને કારણે તેમની ધરપકડ થઈ છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલની ધરપકડને લઈને અન્નાએ જણાવ્યું હતું કે, હું બહુ જ દુખી છું કે અરવિંદ કેજરિવાલ ક્યારેક મારી સાથે કામ કરતા હતા. તેમણે દારૂની વિરોધમાં પોતાનો અવાજ ઉઠાવ્યો હતો. હવે પોતાએ લીકર પોલીસી બનાવી રહ્યાં છે. તેમની ધરપકડ તેમના કર્મોના કારણે જ થઈ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અરવિંદ કેજરિવાલને આ પ્રકારની નીતિ લાગુ નહીં કરવાની ચેતવણી આપી હતી. મે કહ્યું હતું કે, આપણુ કામ લીકર પોલીસી બનાવવાનું નથી. એક નાનુ બાળક પણ જાણએ છે દારૂ ખરાબ વસ્તું છે પરંતુ તેમણે નીતિ બનાવી હતી. તેમને લાગ્યું હતું કે, આનાથી વધારે પૈસા કમાવાશે, આ જ કારણે તેમણે નીતિ લાગુ કરી. મે તેમને બે વાર ચિઠ્ઠી લખી હતી. જનલોકપાલ બિલ આંદોલન વખતે અન્ના હજારેની કોર ટીમમાં અરવિંદ કેજરિવાલ સામે હતા. આ આંદોલનથી જ કેજરિવાલ જનતાની અંદર જાણીતા બન્યાં હતા. 2011ના આ આંદોલનમાં કેજરિવાલ પણ એક મુખ્ય ચહેરો ગણાતા હતા.
દારૂ કૌભાંડમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરિવાલ ઉપરાંત વિજય નાયર, અભિષેક બોઈનપલ્લી, સમીર મહેન્દ્રુ, પી.સરથ ચંદ્રા, બિનોય બાબુ, અમિત અરોડા, ગૌત્તમ મલ્હોત્રા, રાધવ મંગુટા, રાજેશ જોશી, અમન ઢાલ, અરુણ પિલ્લઈ, મનીષ સિસોદિયા, દિનેશ અરોડા, સંજ્ય સિંહ, કે.કવિતાની ધરપકડ કરાઈ છે.