Site icon Revoi.in

કેજરીવાલની જયૂડિશિયલ કસ્ટડી લંબાવાઇ, હવે 8 ઓગસ્ટે થશે સુનાવણી

Social Share

રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી લિકર પોલિસી સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જયૂડિશિયલ કસ્ટડી 8 ઓગસ્ટ સુધી લંબાવી છે. તેમને તિહાર જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતા. હવે આ મામલે સુનાવણી 8 ઓગસ્ટે થશે.

સીએમ કેજરીવાલ ઉપરાંત પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને બીઆરએસ નેતા કે કવિતા પણ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં હાજર થયા છે. રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 31 જુલાઈ સુધી અને કે. કવિતાની ન્યાયિક કસ્ટડી પણ 31 જુલાઈ સુધી લંબાવી છે.

આ કેસમાં અગાઉ 12 જુલાઈના રોજ, કોર્ટે સીબીઆઈ દ્વારા તપાસ કરી રહેલી એક્સાઈઝ પોલિસી સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં શુક્રવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 25 જુલાઈ સુધી લંબાવી હતી આજે 25 જૂલાઇએ તેમને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિશેષ ન્યાયાધીશ કાવેરી બાવેજા સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. દિલ્હી હાઈકોર્ટે 17 જુલાઈના રોજ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ દ્વારા દાખલ કરાયેલી અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો જેમાં એક્સાઈઝ પોલિસી બાબત સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા તેમની ધરપકડને પડકારવામાં આવી છે..

કેજરીવાલે તેમની ધરપકડને ગેરકાયદે ગણાવી છે. સીબીઆઈએ કહ્યું કે કાયદા હેઠળ સંપૂર્ણ પુરાવા ઉપલબ્ધ થયા બાદ જ ધરપકડ કરવામાં આવી હતી. હવે 8 ઓગસ્ટે આ કેસમાં વધુ સુનાવણી હાથ ધરાશે.