કેજરીવાલને કોર્ટમાંથી આંચકો, હવે પહેલી એપ્રિલ સુધી લંબાયા ઈડીના રિમાન્ડ
નવી દિલ્હી: કથિત દારુ ગુટોળા સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગના મામલામાં એરેસ્ટ થયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હવે પહેલી એપ્રિલ સુધી ઈડીની રિમાન્ડમાં રહેવું પડશે. રાઉજ એવેન્યૂ કોર્ટે ફરી એકવાર રિમાન્ડને લંબાવી છે. ઈડીએ કેજરીવાલની કસ્ટડી સાત દિવસ માટે લંબાવવાની માગણી કરી હતી. પરંતુ કોર્ટે દિલ્હીના સીએમને 4 દિવસ માટે કેન્દ્રીય તપાસ એજન્સી ઈડીને સોંપ્યા છે.
કોર્ટમાં શું થયું-
કોર્ટે પહેલી એપ્રિલ સુધી કેજરીવાલની રિમાન્ડ લંબાવી છે
અદાલતે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો
એએસજી રાજૂ- અમારી પાસે દસ્તાવેજ છે તેમાં આ વ્યક્તિ 100 કરોડ રૂપિયાની કિકબેકની માગણી કરી રહ્યો છે
એસવી રાજૂ- ભાજપને મળેલા રૂપિયાનો આબકારી ગોટાળા સાથે કોઈ સંબંધ નથી. સીએમ કાયદાથી ઉપર નથી. તે એક સામાન્ય વ્યક્તિ છે.
એસવી રાજૂ – જેમણે નિવેદન આપ્યા, તેમણે જણાવ્યું છે કે પહેલા કેમ સીએમનું નામ લીધું નહીં. હી વોન્ટ્સ ટૂ પ્લે ફ્રોમ ધ ગેલેરી. તેમને કેવી રીતે ખબર કે ઈડી પાસે ક્યાં દસ્તાવેજ છે. આ કલ્પનાશીલતાની ઉપજ છે. આપને કિકબેક મળી. તેને હવાલા દ્વારા ગોવા વિધાનસભા ચૂંટણીઓમાં વાપરવામાં આવી છે.
એસવી રાજૂ- આ કેસ હજી રજૂ કરવાના સ્તર પર છે. આ બધી વાતો ક્યાંથી પ્રાસંગિક છે.
કેજરીવાલ- મે ઈડીના રિમાન્ડનો વિરોધ કરી રહ્યા નથી. જેટલા દિવસ ચાહે તેઓ મને કસ્ટડીમાં રાખે. પણ આ ગોટાળો છે.
કેજરીવાલ- ઈડીના બે ઉદેશ્ય છે. એક આમ આદમી પાર્ટીને ખતમ કરવી. બીજો એક્સટોર્સન રેકેટ ચલાવવું તેના દ્વારા નાણાં એકઠા કરી રહ્યા છે. શરથ રેડ્ડીએ ભાજપને 55 કરોડ આપ્યા. મારી પાસે પુરાવા છે કે આ રેકેટ ચાલી રહ્યું છે. મની ટ્રેલ એસ્ટાબ્લિશ છે. તેમણે ભાજપને 50 કરોડ રૂપિયા ધરપકડ બાદ આપ્યા.
કેજરીવાલ- જો 100 કરોડનો ગોટાળો છે, તો રૂપિયા ક્યાં છે. અસલી ગોટાળો ઈડીની તપાસ બાદ શરૂ થયો છે.
કેજરીવાલ- ઈડીનું મિશન માત્ર અને માત્ર મને ફસાવવાનું છે. ત્રણ નિવેદન આપવામાં આવ્યા અને તેમાં કોર્ટની સામે માત્ર તે લાવવામાં આવ્યું જેમાં મને ફસાવાયો. આ યોગ્ય નથી. અલગ-અલગ સાક્ષીઓના નિવેદન કેજરીવાલે કોર્ટમાં દોહરાવ્યા હતા. ઈડીએ આની સામે વાંધો ઉઠાવ્યો હતો.
કેજરીવાલ- મારું નામ ચાર જગ્યાએ છે બસ, એક છે સી. અરવિંદ તેણે કહ્યુ કે તેણે મારી હાજરીમાં સિસોદિયાને કોઈ દસ્તાવેજ આપ્યા. મારા ઘરે રોજ ધારાસભ્ય આવે છે. શું આ નિવેદન એક ચૂંટાયેલા મુખ્યમંત્રીને એરેસ્ટ કરવા માટે પુરતું છે. કેજરીવાલે રાગવ મગુંટાના નિવેદનને પણ કોર્ટમાં દોહરાવ્યું.
કોર્ટ- તમે આ લખીને શા માટે આપ્યું નથી?
કેજરીવાલે સારા વ્યવહાર માટે ઈડીના અધિકારીઓને ધન્યવાદ આપ્યા. તેમણે કહ્યુ કે બે વર્ષથી આ કેસ ચાલી રહ્યો છે. કેજરીવાલે કહ્યુ કે કોઈ કોર્ટે મને દોષિત માન્યો નતી. સીબીઆઈએ 31 હજાર પ઼ૃષ્ઠો અને ઈડીએ 25 હજાર પૃષ્ઠો ફાઈલ કર્યા છે. ચાર લોકોએ મારી વિરુદ્ધ નિવેદન આપ્યા અને તેના આધારે ધરપકડ કરવામાં આવી.
ઈડીના વકીલે કહ્યુ હતુ કે કેજરીવાલ પાસવર્ડ જણાવી રહ્યા નથી અને તેના કારણે ડિજિટલ ડેટા મળી રહ્યા નથી. તે કહી રહ્યા છે કે પહેલા તે પોતાના વકીલની સાથે વાત કરશે. જો તે પાસવર્ડ નહીં જણાવે, તો અમારે પાસવર્ડ ક્રેક કરવા પડશે. તે કોઓપરેટ કરી રહ્યા નથી અને અત્યાર સુધી આઈટઆર પણ આપ્યો નથી. અમે તાજેતરમાં પંજાબના આબકારી અધિકારીઓને પણ સમન કર્યા છે.
એએસજી એસવી રાજૂ- કેજરીવાલનું નિવેદન રેકોર્ડ કરવામાં આવ્યું છે. તે યોગ્ય રીતે જવાબ આપી રહ્યા નથી. અમારે તેમનો અન્ય ઘણાં લોકોનો સામનો કરાવવાનો છે. ગોવા ચૂંટણીના ચાર ઉમેદવારોના નિવેદન રેકોર્ડ કરવામાં આવ્યા છે. અમારે કેજરીવાલનો તેમનાથી આમનો-સામનો કરાવવાનો છે. ઈડીએ સાત દિવસોના રિમાન્ડની માગણી કરી છે.
ઈડી તરફથી એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજૂ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રજૂ થઈ રહ્યા છે.
કેજરીવાલને સ્પેશયલ જજ કાવેરી બાવેજાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલ પણ રાઉજ એવન્યૂ કોર્ટમાં હાજર હતા. આમ આદમી પાર્ટીના નેતાઓ સૌરભ ભારદ્વાજ, આતિશી, ગોપાલ રાય સહીત ઘણાં નેતાઓ પણ કોર્ટમાં હાજર હતા.
મહત્વપૂર્ણ છે કે કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલે બુધવારે દાવો કર્યો હતો કે દિલ્હીના સીએમ 28 માર્ચે કોર્ટમાં મોટો ખુલાસો કરશે.
એક દિવસ પહેલા અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી અને કેજરીવાલને વચગાળાની રાહત આપવાનો કોર્ટે ઈન્કાર કર્યો હતો. તો ઈડીને જવાબ દાખલ કરવા માટે 2 એપ્રિલ સુધીનો સમય આપવામાં આવ્યો હતો.