PM ડિગ્રી વિવાદમાં કેજરિવારની મુશ્કેલીઓ વધી, કોર્ટે સમન્સ પાઠવી હાજર રહેવા નિર્દેશ
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી વિવાદ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલની મુશ્કેલીમાં વધારો થયો છે. અરવિંક કેજરિવાર અને સંજયસિંહને સમન્સ ઈશ્યું કરીને તા. 7મી જૂનના રોજ કોર્ટમાં હાજર રહેવા માટે નિર્દેશ કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીની અરવિંદ કેજરિવાલે માંગણી કરી હતી. તેમજ વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. દરમિયાન ગુજરાત યુનિવર્સિટીએ યુનિવર્સિટી વિશે વાંધાજનક અને છબી ખરડાય તેવા નિવેદન મામલે અરવિંદ કેજરિવાલ સામે બદનક્ષીની ફરિયાદ કરી હતી. યુનિવર્સિટીએ કેજરિવાલ અને સંજયસિંહ સામે ફરિયાદ નોંધાવી હતી.
સમગ્ર કેસમાં અમદાવાદની મેટ્રો પોલિટન કોર્ટે ગત સુનાવણીમાં અરવિંદ કેજરિવાલ અને સંજયસિંહ સામે સમન્સ ઈસ્યુ કર્યું હતું. જો કે, તેઓ કોર્ટમાં હાજર રહ્યાં ન હતા. અમદાવાદની કોર્ટે ફરી એકવાર અરવિંદ કેજરિવાર અને સંજયસિંહને સમન્સ પાઠવ્યું છે અને 7મી જૂનના રોજ હાજર થા નિર્દેશ કર્યો છે.
ગુજરાત યુનિવર્સિટીએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે કેજરીવાલ અને સંજય સિંહે વડાપ્રધાન મોદીની ડિગ્રીના મુદ્દે યુનિવર્સિટી વિરુદ્ધ બદનક્ષીભર્યા નિવેદનો કર્યા હતા.
એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ જયેશ ચોવટિયાની કોર્ટે આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતાઓને વડા પ્રધાન મોદીની શૈક્ષણિક ડિગ્રી અંગે ગુજરાત યુનિવર્સિટી વિરુદ્ધ તેમના “વ્યંગાત્મક” અને “અપમાનજનક” નિવેદનો માટે ફોજદારી બદનક્ષીની ફરિયાદમાં સમન્સ જારી કર્યા હતા. AAPના ગુજરાત યુનિટના લીગલ સેલના વડા પ્રણવ ઠક્કરે સોમવારે કહ્યું હતું કે કેજરીવાલ અને સંજય સિંહને હજુ સુધી કોર્ટ દ્વારા જારી કરાયેલ સમન્સ મળ્યા નથી.
(PHOTO-FILE)