Site icon Revoi.in

યમુના એક્સપ્રેસને ઈ-વાહન કોરિડોર બનાવાની કેન્દ્રની તૈયારી, ચાર્જિંગની સમસ્યાનો પણ આ રીતે આવશે ઉકેલ

Social Share

 

દિલ્હીઃ- કેન્દ્રની સરકાર દરેક મોરચે દેશને આગળ ધપાવવાના સતત પ્રયત્ન કરતી રહે છે, રોડ રસ્તાઓથી લઈને વાહન વ્યવહાર માર્ગમાં પણ અનેક સુધારણાઓ કરે છે ત્યારે હવે યમુના એક્સપ્રેસ વેને ઇલેક્ટ્રિક વાહન કોરિડોર બનાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.આ એક્સપ્રેસ વે પર ચાલતા ઈલેક્ટ્રિક વાહનોને ચાર્જિંગની કોઈ સમસ્યા નહીં થાય તેવી વ્યવસ્થાઓ થઈ રહી છે, કેન્દ્ર સરકારનો આ પ્રોજેક્ટ ડિસેમ્બરમાં શરૂ થઈ શકે છે. આ માટેના પ્રયાસો પૂરજોશમાં ચાલી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ગ્રેટર નોઈડાથી આગ્રા સુધીનો યમુના એક્સપ્રેસ વે 165 કિલોમીટર લાંબો છે. આ એક્સપ્રેસ વે પર હળવા વાહનોની સ્પીડ લિમિટ 100 કિમી પ્રતિ કલાક રાખવામાં આવી છે.આનાથી વધુ વાહન ચલાવનાર વાહન ચાલકોને દંડ કરવામાં આવે છે.

હવે એક્સપ્રેસ વેને ઇલેક્ટ્રિકલ વ્હીકલ કોરિડોર બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ એક્સપ્રેસ વે પર ચાલતા ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જિંગની કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં.ગ્રેટર નોઈડાથી આગ્રા સુધી તમામ સુવિધાઓ આપવામાં આવશે. કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ ડિસેમ્બરમાં શરૂ થવાની ધારણા છે.

કેન્દ્રની તૈયારીઓ હેઠળ ગ્રેટર નોઇડા ઓથોરિટી શહેરમાં 100 ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન બનાવશે. આલ્ફા કોમર્શિયલ બેલ્ટમાં પ્રથમ ચાર્જિંગ સ્ટેશન બનાવવાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ માટે, ઓથોરિટીએ કન્વર્જન્સ એનર્જી સર્વિસિસ લિમિટેડ સાથે જોડાણ કર્યું છે. આ સ્ટેશનો ગ્રેટર નોઈડાના બજારો, ચોક, મોલ, મુખ્ય રસ્તાઓ, સરકારી ઓફિસોની આસપાસ બનાવવામાં આવશે.

આ સમગ્ર મામલે કેન્દ્રીય માર્ગ, પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીના જણાવ્યા અનુસાર, દેશમાં 69 હજાર પેટ્રોલ પંપ પર ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવી રહ્યા છે. સરકાર ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે આ પગલું ભરી રહી છે જેથી લોકો વધુને વધુ ઇલેક્ટ્રિક વાહનો ખરીદી શકે. આ સિવાય સરકાર ઇલેક્ટ્રિક વાહનો પર સબસિડી પણ આપી રહી છે.