દેશનું પ્રથમ સંપૂર્ણ ડિજિટલ બેંકિંગ રાજ્ય બન્યું કેરળ – સીએમ વિજયને અભિનંદન પાઠવ્યા
- કેરળ દેશનું પ્રથમ સંપૂર્ણ ડિજીટલ રાજ્ય બન્યું
- સીએમ એ આ બાબતે શુભેચ્છાઓ પાઠવી
વિતેલા દિવસને શનિવારના રોજ કેરળ રાજ્ય ડિજિટલ બેન્કિંગને સંપૂર્ણ રીતે લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે. કેરળ રાજ્યના તમામ જિલ્લાઓમાં ઓછામાં ઓછું એક બચત અને ચાલુ ખાતું ડિજીટલ કરનાર પ્રથમ રાજ્ય છે. મુખ્યમંત્રીએ કહ્યું કે આ માન્યતા રાજ્યની અર્થવ્યવસ્થાને વેગ આપશે.
આ પહેલા વર્ષ 2021 માં, થ્રિસુર સંપૂર્ણ ડિજિટલ બેંકિંગ લાગુ કરનાર રાજ્યનો પ્રથમ જિલ્લો બન્યો. ત્યારબાદ કોટ્ટયમે સંપૂર્ણ ડિજિટલ બેંકિંગ પણ લાગુ કરી. આનાથી પ્રેરિત થઈને, રિઝર્વ બેંક અને સ્ટેટ લેવલ બેંકર્સ કમિટી ના નેતૃત્વ હેઠળ સમગ્ર બેંકિંગ ડિજિટાઈઝેશન કાર્યને સમગ્ર રાજ્યમાં વિસ્તારવામાં આવ્યું હતું અને હવે તેનો સફળતાપૂર્વક અમલ કરવામાં આવ્યું તેનું આ પરિણામ છે.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ એ પણ માહિતી આપી હતી કે કેરળને ડિજિટલ ક્ષેત્રે તેની પ્રગતિ માટે આજે ત્રણ ‘ડિજિટલ ઈન્ડિયા’ એવોર્ડ મળ્યા છે. વિજયને આગળ કહ્યું કે અમને ક્ષીશ્રી પોર્ટલ માટે સિલ્વર મેડલ, ડિજિટલ વર્કફોર્સ મેનેજમેન્ટ સિસ્ટમ માટે પ્લેટિનમ એવોર્ડ અને કોટ્ટયમના જિલ્લા વહીવટ માટે ગોલ્ડ મેડલ મળ્યો છે.
સીએમ વિજયને જણાવ્યા પ્રમાણે સ્થાનિક સ્વ-શાસન સંસ્થાઓ દ્વારા સામાજિક હસ્તક્ષેપ તેમજ બેંકિંગ ક્ષેત્રમાં માળખાગત વિકાસ અને તકનીકી વિકાસને કારણે આ સિદ્ધિ શક્ય બની છે. વધુમાં કહ્યું કે હું તે તમામ લોકોને અભિનંદન આપવા માંગુ છું જેણે તેની પાછળ કામ કર્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું કે ફાઈબર ઓપ્ટિક નેટવર્ક રાજ્યમાં બધા માટે ઈન્ટરનેટ સુવિધા સુનિશ્ચિત કરશે અને 17,155 કિલોમીટર લાંબુ ઓપ્ટિક ફાઈબર કેબલ નેટવર્ક નાખવામાં આવ્યું છે. એકવાર પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયા પછી, રાજ્યમાં દરેકને પરવડે તેવા ખર્ચે અથવા તો મફતમાં ઈન્ટરનેટ ઉપલબ્ધ થશે.