થીરુવાનાન્થાપુરમ :કેરળ સરકારે આગામી ઓણમ તહેવારને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારના કર્મચારીઓ માટે 4,000 રૂપિયાના બોનસની જાહેરાત કરી છે.
કેરળના નાણામંત્રી કે. એન. બાલગોપાલે સોમવારે જણાવ્યું હતું કે,જે સરકારી કર્મચારીઓ બોનસના હકદાર નથી તેમને વિશેષ તહેવાર ભથ્થા તરીકે રૂ. 2,750 મળશે.બાલગોપાલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે,સરકારી ક્ષેત્રમાં કામ કરતા 13 લાખથી વધુ કર્મચારીઓ અને મજૂરોને સરકારની આ યોજનાનો લાભ મળશે.
અંશદાયી પેન્શન યોજના હેઠળ સેવા પેન્શનરો અને કર્મચારીઓને 1,000 રૂપિયાનું વિશેષ તહેવાર ભથ્થું આપવામાં આવશે.મંત્રીએ કહ્યું કે રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ તેમના માસિક પગાર પહેલા 20,000 રૂપિયાની એડવાન્સ રકમ મેળવવા માટે હકદાર હશે.આ સિવાય પાર્ટ ટાઇમ અને કેઝ્યુઅલ કર્મચારીઓને તેમના પગારમાંથી 6,000 રૂપિયા એડવાન્સ રકમ મળશે.