અસામાજીક તત્વો સામે કેરળની સરકાર બની સખ્ત, આ અભિયાન હેઠળ 2,500થી વધુ લોકોને દબોચ્યા
- કેરળ સરકારનું અભિનાયન
- અસામાજિત ત્વો સામે રાજ્ય સરકારની લાલ આંખ
- 2 હજારથી વધુ લોકોની કરી અટકાયત
દિલ્હઃ- કેરળમાં સરકાર અસમાજિક ત્તવો સામે સખ્ત બનતી જોવા મળી છે,સરકારે આ પ્રકારના લોકોની અટકાય.ત કરવાનું અભિયાન શરુ કર્યું છે ત્યારે વિતેલા દિવસને રવિવારે 2 હજાર 500થી વધુ લોકોને પોલીસે પકડ્યા છે.આ બાબતે પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અસામાજિક પ્રવૃત્તિઓને રોકવાની પહેલના ભાગરૂપે રાજ્યભરમાં 2,507 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે અહીં જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે કેરળમાં અસામાજિક તત્વો સામેની કાર્યવાહીના ભાગરૂપે રાજ્યભરમાંથી 2,507 લોકોની ધરપકડ કરવામાં આવી છે. રાજ્યના પોલીસ વડાના કાર્યાલયે જણાવ્યું હતું કે 4 ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં 3,501 સ્થળોએ દરોડા પાડ્યા અને કુલ 1,673 FIR નોંધાયા બાદ ધરપકડ કરવામાં આવી છે.વધુમાં રાજ્ય પોલીસ વડાના કાર્યાલયે જણાવ્યું હતું. સૌથી વધુ 333 લોકોની તિરુવનંતપુરમમાં ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ કન્નુર જિલ્લામાં સૌથી વધુ 257 કેસ નોંધાયા હતા.
વધુ તેમણે જણાવ્યું કે રાજ્યમાં આ પ્રકારના લોકોનો તચ્રાસ વધતો ગયો હતો જેને લઈને આ અભિયાન ચલાવવું પડ્યું.જેમાં થ્રિસુરમાં 301 ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ કોઝિકોડ અને કન્નુરમાં અનુક્રમે 272 અને 271 કેસ નોંધાયા હતા. કન્નુરમાં અનુક્રમે 239 અને 214 કેસ સાથે તિરુવનંતપુરમ અને થ્રિસુર છે.
ઉલ્લેખનીય છે કે દેશભરપમાં નાના મોટા કાર્યક્રમમોમાં અસામાજીક તત્વો રાહ જોઈને જ બસ્યા હોય છે તેઓ કોઈ પણ કાળે સ્થાનિક શાંતિ ભંગ કરવાના પ્રયત્નમાં હોય છે ત્યારે કેરળની સરાકરે આવા પ્રકારના લોકોની ધરપકડ કરવાનું શરુ કર્યું છે જેથી કરીને રાજ્યમાં અપ્રિતય ઘટનાઓને ટાળઈ શકાય.
tags:
KERAL