કેરલઃ પેલેસ્ટાઇનના સમર્થનમાં યોજાયેલી રેલીમાં હમાસના નેતાની ઓનલાઈન હાજરી, હિન્દુત્વ અને યહુદીઓ વિરોધ સૂત્રોચ્ચાર
ચેન્નાઈઃ ઈઝરાયલ ઉપર હમાસના આતંકવાદીઓએ કરેલા હુમલા બાદ આચરેલા હત્યાકાંડના વિરોધમાં ઈઝરાયલી સેના દ્વારા આક્રમક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા 21 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. બીજી તરફ દુનિયાના મોટાભાગના દેશો બે ભાગમાં વહેંચાઈ ગયા છે. મોટાભાગના મુસ્લિમ દેશો હુમાસને સમર્થન આપી રહ્યાં છે. જ્યારે ભારત અને અમેરિકા સહિતના દેશોએ હમાસના આતંકવાદી કૃત્યુનો વિરોધ કરી રહ્યું છે. મુસ્લિમ દેશો હમાસને સમર્થન આપવાની સાથે પેલેસ્ટાઈનના નાગરિકોને આગળ કરીને ઈઝરાયલની કાર્યવાહી અટકાવવા માટે વિનંતી કરવાની સાથે ગર્ભીત ધમકીઓ આપી રહ્યાં છે. ભારતમાં પેલેસ્ટાઈનના નાગરિકોના સમર્થનમાં મોટી સંખ્યામાં રેલી યોજી રહ્યાં છે. દરમિયાન કેરળમાં પેલેસ્ટાઈનના નાગરિકોના સમર્થનમાં રેલી યોજાઈ હતી. જેમાં હમાસના નેતા ખાલિદ મશેલ વર્ચ્યુઅલી જોડાયાં હતા. આ રેલી દરમિયાન એકત્ર થયેલા ટોળાએ હિન્દુત્વ અને યહુદીઓની વિરોધમાં સુત્રોચ્ચાર કર્યાં હતા. આ ઘટનાને પગલે જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગણી ઉઠી છે.
કેરળમાં આ રેલીનું આયોજન જમાત-એ-ઈસ્લામી જુથ વિંગે કર્યું હતું. મલપ્પુરમમાં યોજાયેલી રેલીમાં બુલડોઝર, હિન્દુત્વ અને યહુદીવાદને ઉઠાડી ફેંકવા મામલે સુત્રોચ્ચાર થયાં હતા. ભાજપના પ્રદેશ અધ્યક્ષ કે.સુરેન્દ્રનએ હમાસના નેતાની ઉપસ્થિતિમાં યોજાયેલી રેલીમાં થયેલા સુત્રોચ્ચારની ગંભીર નોંધ લઈને કાર્યવાહી કરવાની માંગણીની સાથે કેરળની સરકાર અને પોલીસ સામે ગંભીર આક્ષેપ કર્યાં છે. તેમણે કહ્યું હતું કે, રેલમાં આયોજીત કાર્યક્રમમાં હમાસનો નેતા ખાલિદ મશેલ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહે તે ચિંતાજનક છે. ક્યાં છે કેરળ પોલીસ કે જ્યારે પેલેસ્ટાઈન બચાવોના નામે એક આતંકવાદી સંગઠન હમાસ અને તેના નેતાને યોદ્ધા દર્શાવે છે, આ સ્વિકાર્ય નથી. જો કે, આ સમગ્ર ઘટના અંગે કેરળ સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું.