કેરળઃ કોરોના સામેની જંગમાં આજથી 31 ઓગસ્ટ સુધી ‘સામુહીક રસીકરણ અભિયાન’નો આરંભ
- આજથી કેરળમાં સામૂહિક રસીકરણનો આરંભ
- 31 ઓગસ્ટ સુધી ચાલશે આ અભિયાન
દિલ્હીઃ સમગ્ર દેશભરના 50 ટકા કેસો કેરળમાં જોવા મળે છે કેરળમાં કોરોનાનો કહેર વધતો જોઈ શકાય છે. કોવિડ -19 કેસની સતત વધતી જતી સંખ્યાને જોતા રાજ્ય સરકારે સોમવારથી મોટા પાયે રસીકરણ અભિયાન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી પિનારાયી વિજયને આપેલી માહિતી પ્રમાણે આ અભિયાન 9 થી 31 ઓગસ્ટ સુધી ચાલશે.
આ પહેલા કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે ગયા અઠવાડિયે જાહેરાત કરી હતી કે રાજ્યમાં 1.5 કરોડથી વધુ લોકોને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, જે કેરળની વસ્તીના માત્ર 42.82 ટકા છે.
ત્યારે હવે રાજ્યમાં આજથી શરુ કરેલા રસીકરણ અભિયાન અનુસ્નાતક વિદ્યાર્થીઓ, નિમ્ન પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાના શિક્ષકો અને અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ ઉપરાંત, વરિષ્ઠ નાગરિકો માટે રસીકરણનો પ્રથમ ડોઝ 15 ઓગસ્ટ સુધીમાં પૂર્ણ થશે. કોમરેડીટી ધરાવતા દર્દીઓને ઘરે રસી આપવામાં આવશે.
મુખ્યમંત્રી વિજયને કહ્યું હતું કે રાજ્ય સરકાર રસીઓના 20 લાખ ડોઝ ખરીદશે અને ખાનગી હોસ્પિટલોને સમાન દરે પૂરી પાડશે.મુખ્યમંત્રીએ આ કરવાનું કારણ જણાવતા કહ્યું કે, વધુને વધુ લોકોને રસી આપવામાં આવે તે માટે આમ કરવામાં આવી રહ્યું છે. તેમણે વ્યાપારી સંસ્થાઓ અને જાહેર સંસ્થાઓને સ્થાનિક લોકો માટે રસીની વ્યવસ્થા કરવા વિનંતી કરી.