કેરળ પાસે હવે તેનું પોતાનું ઇન્ટરનેટ,દેશનું પ્રથમ અને એકમાત્ર રાજ્ય બન્યું
- કેરળ પાસે હવે તેનું પોતાનું ઇન્ટરનેટ
- દેશનું પ્રથમ અને એકમાત્ર રાજ્ય બન્યું
- મુખ્યમંત્રી પી વિજયને કહી આ વાત
તીરૂવન્તપુરમ:કેરળ દેશનું પ્રથમ અને એકમાત્ર રાજ્ય બન્યું છે,જ્યાં તેની પોતાની ઈન્ટરનેટ સેવા છે.કેરળ ફાઈબર ઓપ્ટિક નેટવર્ક લિમિટેડને ટેલિકોમ્યુનિકેશન વિભાગ તરફથી ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર લાઇસન્સ મળ્યું છે.મુખ્યમંત્રી પી વિજયને ગુરુવારે કહ્યું કે,કેરળ દેશનું પહેલું અને એકમાત્ર રાજ્ય છે જ્યાં તેની પોતાની ઇન્ટરનેટ સેવા છે.
કેરળ ફાઈબર ઓપ્ટિક નેટવર્ક લિમિટેડ એ રાજ્યમાં દરેકને ઈન્ટરનેટની ઍક્સેસ મળે તેની ખાતરી કરવા માટે સરકારનો મહત્વાકાંક્ષી આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે.મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે,લાયસન્સ મળ્યા બાદ સમાજમાં ડિજિટલ વિભાજન ઘટાડવા પ્રોજેક્ટ હેઠળ કામ શરૂ કરી શકાશે.
તેણે ટ્વિટર પર લખ્યું કે, કેરળ દેશનું એકમાત્ર એવું રાજ્ય બની ગયું છે જ્યાં તેની ઇન્ટરનેટ સેવા છે. કેરળ ફાઇબર ઓપ્ટિક નેટવર્ક લિમિટેડને @DoT_India તરફથી ISP લાઇસન્સ મળ્યું છે. હવે અમારો પ્રતિષ્ઠિત #KFON પ્રોજેક્ટ ઇન્ટરનેટને મૂળભૂત અધિકાર બનાવવા માટે તેની કામગીરી શરૂ કરી શકે છે.
KFON યોજના BPL પરિવારો અને 30,000 સરકારી કચેરીઓને મફત ઈન્ટરનેટ પ્રદાન કરવાની પરિકલ્પના છે. અગાઉની વામ સરકારે 2019માં ઈન્ટરનેટ કનેક્શનને મૂળભૂત અધિકાર તરીકે જાહેર કર્યું હતું અને રૂ. 1,548 કરોડનો KFON પ્રોજેક્ટ શરૂ કર્યો હતો.