Site icon Revoi.in

 કેરળમાં હવે 18 વર્ષથી વધુ ઉંમરની વિદ્યાર્થીનીઓને 60 દિવસની પ્રસૂતિ રજા આપવાનો આદેશ

Social Share
 દેશભરમાં ઘણી કંપનીઓ કે સંસ્થામાં મહિલાઓને પ્રસુતિ વખતે 3 મહિનાની કે 6 મહિનાની મેટરનિટી લીવ આપવામાં આવે છે જો કે હવે કેરળ રાજ્યએ ભણતી વિદ્યાર્થીનીઓ માટે પણ કંઈક આવી સુવિધાની જાહેરાત કરી છે જે પ્રમાણે કેરળમાં ઉચ્ચ શિક્ષણ પ્રધાન આર બિંદુએ જાહેરાત કરી હતી કે રાજ્યમાં 18 વર્ષથી વધુ ઉંમરની વિદ્યાર્થીનીઓને 60 દિવસની પ્રસૂતિ રજા મળશે.
તેમણે આપેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે 18 વર્ષથી વધુ ઉંમરની વિદ્યાર્થીનીઓને મહત્તમ 60 દિવસની પ્રસૂતિ રજા મળી શકે છે. માસિક રજા સહિત ફિમેલ વિદ્યાર્થીઓ માટે જરૂરી હાજરી ટકાવારી 73 ટકા હશે, જે અગાઉ 75 ટકા હતી. અગાઉ મંગળવારે, બિંદુએ કહ્યું હતું કે કોચીન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલી તમામ રાજ્ય યુનિવર્સિટીઓને માસિક રજા આપવા અંગે સરકાર વિચારણા કરી રહી છે.  તેમણે 14 તારીખે  વિદ્યાર્થીનીઓ માટે માસિક સ્રાવની રજા જાહેર કરી હતી.