કેરળઃ બીજેપીના જાણીતા નેતા એવા પી પી મુકુંદનનું 77 વર્ષની વયે નિઘન
દિલ્હીઃ- ભાજપ-સંઘ પરિવારના વરિષ્ઠ નેતા પી પી મુકુંદન કે જેમણે આજે બુધવારની સવારે અંતિમ શ્વાસ લીધા છે જાણકારી પ્રમાણે અહીંની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું.
બીજેપીના 77 વર્ષના નેતાના નિઘનને લઈને પાર્ટીએ સમાચાર આપ્યા હતા તેમણે જણાવ્યું કે મુકુંદન ફેફસાં સંબંધિત બીમારીઓની સારવાર લઈ રહ્યા હતા. આ દરમિયાન તેનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. કે
તેમના નિઘનને લઈને કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન, મુખ્યમંત્રી પિનરાઈ વિજયન, મંત્રીઓ અને વિવિધ રાજકીય પક્ષોના નેતાઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
જો મુકુંદન વિશએ વાત કરીએ તો તેઓ શાળાના દિવસોમાં આરએસએસમાં જોડાયા પછી, મુકુન્દને રાજ્યમાં દાયકાઓ સુધી સંઘ પરિવાર અને ભાજપનું નેતૃત્વ કર્યું, ખાસ કરીને 1980 માં ભગવા પક્ષની રચના પછી. તેઓ 1966 થી 2007 સુધી 41 વર્ષ સુધી આરએસએસના પ્રચારક હતા.
કન્નુર જિલ્લાના કોટ્ટીયૂરમાં જન્મેલા મુકુંદનની કટોકટી દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી અને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. તે સમયે તેઓ ત્રિશૂર જિલ્લામાં આરએસએસના પ્રચારક તરીકે કામ કરતા હતા. ભાજપમાં જોડાયા બાદ, મુકુંદન 1990માં પાર્ટીના રાજ્ય સંગઠન મહાસચિવ બન્યા. તેઓ લાંબા સમયથી સક્રિય રાજકારણથી દૂરજોવા મળ્યા હતા.