‘ઘ કેરળ સ્ટોરી’ ફિલ્મની બોક્સ ઓફીસ પર કમાલ, માત્ર રિલીઝના 5 દિવસમાં 50 કરોડને પાર કર્યું કલેક્શન
- કેરળ સ્ટોરીનું બોક્સ ઓફીસ પર શાનદાર કલેક્શન
- ફિલ્મે 35 કરોડનો આંકડો વટાવ્યો
ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ આ શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં અદા શર્મા, યોગિતા બિહાની, સોનિયા બાલાની અને સિદ્ધિ ઈદનાની મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં આ બધાની એક્ટિંગને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.આ જ કારણ છે કે ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’એ તેના પહેલા વીકએન્ડ પર જ સારી કમાણી કરી છે. આશ્ચર્યની વાત એ છે કે ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’એ ત્રીજા દિવસે અપેક્ષા કરતા વધુ કમાણી કરી છે.
ટ્રેલરથી લઈને રિલીઝ સુધી, સોશિયલ મીડિયા પર ધ કેરલા સ્ટોરીની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. જ્યારે ચાહકો અને સેલેબ્સ ફિલ્મને સમર્થન કરતા જોવા મળી રહ્યા છે, ત્યારે ઘણા લોકો ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની વાત કરી રહ્યા છે
જો કે તેની અસર બોક્સ ઓફિસ કલેક્શન પર પણ જોવા મળી રહી છે. એકબાજુ જ્યાં ફિલ્મનો વિરોધ થઈ રહ્યો છે, ત્યાં ધ કેરળ સ્ટોરીનું જબરદસ્ત કલેક્શન પણ છે, જેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ફિલ્મે માત્ર 5 દિવસમાં 50 કરોડની કમાણી કરી લીધી છે.
પ્રારંભિક આંકડા અનુસાર, ધ કેરળ સ્ટોરીએ પાંચમા દિવસે 11 કરોડની કમાણી કરી છે, ત્યારબાદ ફિલ્મનું કુલ કલેક્શન 56.72 કરોડ થઈ ગયું છે. શરુઆતમાં જ ફિલ્મ કેરળ સ્ટોરીએ 8.03 કરોડની કમાણી કરીને કાશ્મીર ફાઇલ્સને પાછળ છોડી દીધા બાદ બીજા દિવસે 11.22 કરોડની કમાણી કરી હતી. ત્રીજા દિવસે 16.4 કરોડનું કલેક્શન થયું હતું. ચોથા દિવસે ફિલ્મે 10.07 કરોડની કમાણી કરી હતી, જે બીજી ફિલ્મ કરતા ઘણી વધારે છે.
જો કે હવે થિયેટરોમાં ધમાલ મચાવ્યા બાદ, ‘ધ કેરલા સ્ટોરી’ OTT પર પણ ધૂમ મચાવવા માટે તૈયાર છે. ફિલ્મ રિલીઝ થયા બાદ તેને ઘણા વિવાદોમાંથી પસાર થવું પડ્યું હતું. આમ છતાં આ ફિલ્મને સોશિયલ મીડિયા પર ચાહકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સિનેમાઘરોમાં આ ફિલ્મના શો હાઉસફુલ થઈ રહ્યા છે. હવે આ જોઈને મેકર્સે તેને OTT પર પણ રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે.