કેરળઃ રાજયમાં ઝીકા વાયરસનો કહેર, એક બાળક સહીત ત્રણ લોકોમાં આ વાયરસની પૃષ્ટિ , સંક્રમિતોની કુલ સંખ્યા 18 થઈ
- કેરળમાં ઝીકા વાયરસનો કહેર
- 3 નવા કેસ નોંધાતા કુલ સંક્રમિતો 18 થયા
દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોના વાયરસની બીજી લહેર બાદ વાયરસના અનેક પ્રકારોએ ભય ફેલાવ્યો છે, ત્યારે હવે દેશના રાજ્ય કેરળમાં મચ્છરથી ફેલાતા ઝીકા વાયરસ કહેર ફેલાવ્યો છે, રાજ્યમાં ઝીકા વાયરસના કેસ સતત વધતા જોવા મળી રહ્યા છે.
મળતી માહિતી પ્રમાણે રાજ્યના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે એક એહવાલમાં જણાવ્યું હતું કે, 22 મહિનાના એક બાળકને ઝીકા વાયરસનું સંક્રમણ લાગ્યુ છે. આ સિવાય 46 વર્ષના એક વ્યક્તિ અને 29 વર્ષીય હેલ્થ વર્કરમાં પણ ઝીકા વાયરસની પૃષ્ટી થઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 18 લોકોને આ વાયરસથી સંક્રમિત હોવાની પુષ્ટિ કરવામાં આવી છે.ગઈકાલ સુધી આ આંકડો 15નો હતો.
આ બાબતે આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે,સરકારે તિરુવનંતપુરમ, થ્રિસુર અને કોઝિકોડ મેડિકલ કોલેજોમાં ઝીકા વાયરસના સંક્રમણ માટે પરીક્ષણની વ્યવસ્થા કરી છે. આ સાથે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજીના અલપ્પુઝા યુનિટમાં પણ આ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે.
મળતી માહિતી પ્રમાણે બે જથ્થામાં 27 નમૂનાઓમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા, જેમાંથી 26 લોકો સંક્રમિત નહોતા, ત્રીજી બેચમાં આઠ નમૂના મોકલવામાં આવ્યા હતા, જેમાંથી ત્રણ સંક્રમિત જોવા મળ્યા હતા.આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, એનઆઈવી પૂણેથી 2100 કીટ પરીક્ષણ માટે મળી છે, જેમાંથી 1 હજાર કીટ તિરુવનંતપુરમ મેડિકલ કોલેજમાં, 300 – 300 કીટ ત્રિશૂર અને કોઝિકોડને અને 500 કીટ એનઆઈવી અલપ્પુઝાને મોકલવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા જદિવસોથી ઝીકા વાયરસનો કહેર કેરળમાં જોવા મળી રહ્યો છે, આટલા દિવસ દરમિયાન આ વાયરસ સંક્રમિતોની સંખ્યા વધીને કુલ 18 રે પહો