કેજીએફ સ્ટાર યશનો આજે 38મો જન્મ દિવસ હતો. વર્ષ 2018માં કન્નડ ફિલ્મથી કેરિયરની શરુઆત કરનાર યશની ફિલ્મ કેજીએફને મળેલી સફળતા બાદ સમગ્ર દેશમાં જાણીતો થયો હતો. આ ફિલ્મ બાદ યશે પાછળ જોયું નથી અને વર્ષ 2022માં કેજીએફ 2માં અભિનેતા જોવા મળ્યો હતો. આ ફિલ્મ પણ સુપરહિટ રહી હતી. કેજીએફની સફળતા બાદ યશને અનેક મોટા પ્રોજેક્ટ માટે પ્રોડ્યુસરે સાઈન કર્યો છે. જો કે, સફળતાના આ મુકામ ઉપર પહોંચવુ યશ માટે સરળ રહ્યું નથી. અભિનેતાના પિતા બસ ડ્રાઈવર છે, પ્રારંભમાં એક્ટિંગની દુનિયામાં પગ જમાવવા માટે યશે બ્રેકગ્રાઉન્ડ ડાન્સર, આસિસ્ટન્ટ ડાયરેક્ટર અને અન્ય નાના મોટા કામ કર્યાં હતા. આ માટે તેને માત્ર રુ. 50 જ મળતા હતા. તેમજ અભિનેતાએ ટીવી પણ કામ કર્યું હતું. હવે અભિનેતા એક ફિલ્મના રુ. 150 કરોડ ફી વસુલ કરે છે.
યશએ ડિસેમ્બર 2023માં પોતાની આગામી ફિલ્મના ટાઈટલની જાહેરાત કરી હતી. તેના આગામી પ્રોજેક્ટનું નામ ટોક્સિક છે. જેને ગીતુ મોહનદા ડાયરેક્ટ કરી રહ્યાં છે. આ ફિલ્મ વર્ષ 2025માં રિલીઝ થવાની શકયતા છે. મીડિયા રિપોર્ટ અનુસાર ફિલ્મમાં યશની સાથે કરીના કપુર પણ નજરે પડી શકે છે. આ ફિલ્મ મારફતે કરીના કપુર કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પ્રવેશ કરશે. આ ફિલ્મની વાર્તા ગોવા બ્રેકગ્રાઉન્ડ ઉપર આધારિત હશે. કેજીએફની જેમ જ આ ફિલ્મ પણ પીરિયડ ક્રાઈમ ડ્રામા હશે. 60માં દાયકામાં ગોવામાં રશિયન અને ડ્રગ્સ માફિયાઓએ ઘુસણખોરી કરી હતી. ફિલ્મની સ્ટોરી આની આસપાસ જ હોવાનું કહેવાય રહ્યું છે.
કેજીએફ સીરિઝની જેમ ફિલ્મ ટોક્સિક એક્શન થ્રિલર હશે. યશ ખુદ આ ફિલ્મનો કો-પ્રોડ્યુસર છે. આ ફિલ્મનું બજેટ રુ. 100 કરોડથી વધારે રહેવાની શક્યા છે. યશને ફિલ્મનો પ્લોટ એટલો પસંદ આવ્યો કે તેણે બાકીના પ્રોજેક્ટ સાઈટ ઉપર મુકીને પહેલા આ પ્રોજેક્ટ ઉપર કામ કરવાનો નિર્ણય કર્યાનું ચર્ચાય રહ્યું છે. યશ સ્ટારર બ્લોકબસ્ટર ફિલ્મ કેજીએફના ત્રીજો ભાગ 2025માં રિલીઝ થવાની શક્યતા છે. હાલ ફિલ્મના પ્રોડ્કશનનું કામ ચાલી રહ્યું છે. ઓક્ટોબર 2024માં ફિલ્મનું શુટીંગ શરુ થશે અને 2025માં ફિલ્મ રીલિઝ કરાશે.