Site icon Revoi.in

ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરના ગુનાહિત કૃત્યનો એનઆઈએની ચાર્જશીટમાં પર્દાફાશ

Social Share

ભારત તરફથી પુરાવા રજૂ કરવામાં આવશે કે હરદીપ સિંહ નિજ્જર ખાલિસ્તાની આતંકવાદી છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની ચાર્જશીટમાં ખુલાસો થયો છે કે, નિજ્જર ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો ચીફ હતો. કેનેડામાં આશ્રય લઈ રહેલા અર્શદીપ ઉર્ફે અર્શ ધલ્લાએ નિજ્જરને તેની આતંકવાદી પ્રવૃત્તિઓમાં મદદ કરી હતી. અર્શદીપ અને નિજ્જર સંયુક્ત રીતે કેનેડાની ‘ટેરર કંપની’ ચલાવતા હતા.

તાજેતરમાં ભારત સરકાર દ્વારા એક ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં અર્શદીપ અને હરદીપ સિંહ નિજ્જરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યા હતા. ગેઝેટ નોટિફિકેશન S.O.105(E)માં કહેવામાં આવ્યું હતું કે, કેનેડામાં બેઠેલા અર્શદીપ ઉર્ફે અર્શ ધલ્લા અને હરદીપ સિંહ નિજ્જર ખાલિસ્તાન ટાઈગર ફોર્સના આતંકવાદીઓ છે. એવું કહેવામાં આવ્યું હતું કે, અર્શદીપ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની ખૂબ નજીક હતો.

ગેઝેટ નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું હતું કે, કેનેડામાં રહેતો અર્શદીપ ઉર્ફે અર્શ ધલ્લા ટાર્ગેટ કિલિંગ, ખંડણી, ટેરર ​​ફંડિંગ, હત્યાનો પ્રયાસ, વિવિધ સમુદાયોમાં નફરત ફેલાવવા અને પંજાબના લોકોમાં આતંક ફેલાવવામાં સામેલ છે. એટલું જ નહીં પરંતુ અર્શદીપ નિજ્જરની સાથે મળીને તે સરહદ પારથી ટેરર ​​ફાઇનાન્સિંગ અને ડ્રગ્સ અને હથિયારોની દાણચોરી પણ કરતો હતો. એક રીતે આ બંને કેનેડામાં ‘ટેરર કંપની’ ચલાવી રહ્યા હતા.

NIAની ચાર્જશીટમાં ખુલાસો થયો છે કે, વૈશ્વિક આતંકવાદીઓ હરદીપ સિંહ નિજ્જર અને અર્શદીપ સિંહ ઉર્ફે અર્શ ધલ્લાએ આતંકવાદી ગેંગ બનાવી હતી. ત્યાર બાદ લવપ્રીત સિંહ ઉર્ફે રવિ, રામ સિંહ ઉર્ફે સોના, ગગનદીપ સિંહ ઉર્ફે ગગ્ગા અને કમલજીત શર્મા ઉર્ફે કમલને કેનેડાના વિઝા અપાવીને ત્યાં નોકરી અપાવવાની લાલચ આપી હતી. એકવાર તેઓ તેની જાળમાં આવી ગયા પછી, તેને શૂટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો અને તેને પંજાબમાં આતંક ફેલાવવાનું કામ સોંપવામાં આવ્યું.

NIAએ તેની ચાર્જશીટમાં ખુલાસો કર્યો છે કે અર્શદીપ સિંહ ઉર્ફે અર્શ ધલ્લા, હરદીપ સિંહ નિજ્જર સાથે મળીને તેમની ગેંગના સભ્યોને લક્ષ્યોની વિગતો મોકલતા હતા. તેમને શસ્ત્રો પૂરા પાડવામાં આવ્યા હતા અને આતંક ફેલાવવા માટે ભંડોળ પણ વિવિધ MTSS ચેનલો દ્વારા શૂટર્સને પૂરું પાડવામાં આવ્યું હતું. આ પછી હવાલાના પૈસા અર્શદીપ મારફતે કેનેડા પહોંચતા હતા.