ખાલિસ્તાની આતંકી પન્નુ એ દિલ્હીમાં ભારત વિરુદ્ધના નારા લખી આતંકી હુમલાની ઘમકી આપી, પોલીસ તપાસ શરુ
દિલ્હીઃ- ખાલિસ્તાની આતંકવાદી પન્નુ ફરી ચર્મામાં છે દિલ્હીમાં ફરી એક વખત ભારત વિરુદ્ધ નારા વખ્યા હોવાની ઘટના દિલ્હીથી સામે આવી છે વઘુ વિગત પ્રમાણેખાલિસ્તાની આતંકવાદીઓ અને શીખ ફોર જસ્ટિસના નેતા ગુરપતવંત સિંહ પન્નુ સતત ભારત વિરુદ્ધ ઝેર ઓકતા રહ્યા છે ત્યારે ફરી એક આવી હરકત તેની સામે આવી છે.
કેનેડામાં રહેતા ખાલિસ્તાની આતંકવાદી અને શીખ ફોર જસ્ટિસ (SFJ) સંગઠનના વડા ગુરપતવંત સિંહ પન્નુએ ફરી એકવાર દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાને બગાડવાનું કામ કર્યું છે.
દિલ્હીના ISBT વિસ્તારમાં પન્નુએ ફ્લાયઓવરની દીવાલો પર અને કેટલીક અન્ય જગ્યાઓ પર ખાલિસ્તાનના સમર્થનમાં સૂત્રો લખ્યા છે. સાથે જ એક વીડિયો જાહેર કરીને તેણે ભારતમાં આતંકી હુમલાની પણ ધમકી આપી છે.હાલ ખાલિસ્તાનને લઈને ભારત અને કેનેડાના સંબંધોમાં તણાવ છે. આ પછી, તેણે એકવાર દેશની રાજધાની દિલ્હીમાં ખાલિસ્તાન માટે અવાજ ઉઠાવવાની પહેલ કરી છે.કેનેડામાં બેઠેલા ખાલિસ્તાની આતંકવાદી પુન્નુએ દિલ્હીમાં લખેલા આ સૂત્રોનો વીડિયો વાયરલ કર્યો હતો અને ધમકી પણ આપી હતી કે દેશની સંસદ નિશાના પર છે અને અમે અમદાવાદની મેચને નિશાન બનાવીશું.
આ સાથે જ પન્નુ દ્વારા જારી કરાયેલા નવા વીડિયોમાં તેણે ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરનો પણ ઉલ્લેખ કર્યો છે, જેની તાજેતરમાં કેનેડામાં હત્યા કરવામાં આવી હતી. નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે ભારે ખેંચતાણ ચાલી રહી છે. આ મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઉઠાવવામાં આવ્યો છે. અમેરિકાએ પણ આ હત્યાની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.
મળતી વિગત પ્રમાણે ઉત્તર દિલ્હી પોલીસે કાશ્મીરી ગેટ પર ખાલિસ્તાનના સમર્થનમાં લખેલા સૂત્રોચ્ચારના મામલે FIR નોંધીને તપાસ શરૂ કરી છે. વિતેલા દિવસને બુધવારના રોજ દિલ્હી પોલીસને માહિતી મળી હતી કે ઉત્તર દિલ્હીને ઉત્તર પૂર્વથી જોડતા કાશ્મીરી ગેટ ફ્લાયઓવરની નીચે અને કેટલીક જગ્યાએ દિવાલો પર ખાલિસ્તાનના સમર્થનમાં સૂત્રો લખવામાં આવ્યા છે. આ સૂત્રોચ્ચાર પોલીસ દ્વારા દૂર કરવામાં આવ્યા છે અને તેના પર પેઇન્ટ કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છએ કે આ અગાઉ પણ પન્નુએ 15 ઓગસ્ટના રોજ અને જી-20 સમિટના થોડા દિવસો પહેલા દિલ્હીના મેટ્રો સ્ટેશનોની દિવાલો પર ભારત વિરોધી સૂત્રો લખ્યા હતા. સ્પેશિયલ સેલ દ્વારા બંને કેસનો ખુલાસો કરવામાં આવ્યો હતો અને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી