1. Home
  2. ગુજરાતી
  3. ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ ફરી આપી ધમકી , વીડિયો જાહેર કર્યો અને સંસદ પર હુમલો કરવાની ચીમકી ઉચ્ચારી
ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ ફરી આપી ધમકી , વીડિયો જાહેર કર્યો અને સંસદ પર હુમલો કરવાની ચીમકી ઉચ્ચારી

ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ ફરી આપી ધમકી , વીડિયો જાહેર કર્યો અને સંસદ પર હુમલો કરવાની ચીમકી ઉચ્ચારી

0
Social Share

દિલ્હી – ખલિસ્ટની આતંકી પન્નું અવાર નવાર ભારતને ધમકી આપતો જોવા મળે છે આ પેહલા પણ અનેક ધમકી વિડિયો શેર કરીને તેને આપી છે ત્યારે ફરી એક વખત તેને ભારત ને ધમકી અપી હોવાનો વિડિયો સામે આવ્યો છે .

પ્રાપ્ત માહિતી મુજબ ખાલિસ્તાની આતંકવાદી ગુરુપતવંત સિંહ પન્નુએ ભારત પર હુમલો કરવાની ધમકી આપતો વધુ એક વીડિયો જાહેર કર્યો છે. પન્નુએ વીડિયોમાં કહ્યું કે મારી હત્યાનું કાવતરું નિષ્ફળ ગયું. હું 13મી ડિસેમ્બરે સંસદ ભવન પર હુમલો કરીને જવાબ આપીશ.

ઉલ્લેખનીય છે કે  13 ડિસેમ્બર 2001ના રોજ સંસદ ભવન પર આતંકવાદી હુમલો થયો હતો. પન્નુએ વીડિયોમાં કહ્યું છે કે ભારતીય એજન્સીઓએ તેમની હત્યા કરવાની યોજના બનાવી હતી, જે નિષ્ફળ રહી અને તેમના હુમલાના આયોજનના જવાબમાં તે 13 ડિસેમ્બરે સંસદ પર હુમલો કરશે.

પન્નુએ સંસદ હુમલાના દોષી અફઝલ ગુરુ સાથેના વીડિયોમાં એક પોસ્ટર પણ બહાર પાડ્યું છે, જેમાં ‘દિલ્હી બનેગા પાકિસ્તાન’ લખેલું જોવા મળે  છે. તાજેતરમાં અમેરિકન એજન્સીઓએ ભારતીય વ્યક્તિની ધરપકડ કરીને પન્નુની હત્યાના કાવતરાને નિષ્ફળ બનાવ્યો હતો.અમેરિકન એજન્સીઓએ દાવો કર્યો હતો કે પકડાયેલ આરોપી ભારતીય એજન્સીઓની સૂચના પર કામ કરતો હતો, જો કે ભારતે આ આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા હતા.અને હવે આ મામલે સમિતિની રચના પણ ભારતે કેરી છે 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code