દિલ્હીઃ- ખાલિસ્તાનીઓ દ્રાર સતત આતંકવાદની ઘટનાઔ બાદ કેનેડા અને ભારતના સંબંધોમાં પણ તણાવ ચાલી રહ્યો છે ત્યારે ખઆલિસ્તાનીઓ વિરુદ્ધ સુરક્ષા એજન્સીઓ સખ્ત વલણ અપનાવી રહી છે ત્યારે હવે ખાલિસ્તાનીઓ માટે આવતા ફંડ પર સુરક્ષા એજનસ્ઈઓની બાજ નજર રહેશે જેને કારણે ખાલિસ્તાનીઓને ફાફા પડી શકે છે.
કેનેડાની ઘટના બાદ ભારતીય સુરક્ષા એજન્સીઓએ ખાલિસ્તાની સંગઠનો સામે સતત નજર રાખી રહી છે. આ દરમિયાન ખાલિસ્તાનીઓના વિદેશી ફંડિંગ અંગે પણ કાર્યવાહી કરવાની તૈયારી ચાલી રહી છે.
ખાલિસ્તાની સંગઠનો અને તેમની સાથે જોડાયેલા એનજીઓ પર રોક લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિદેશી ફંડિંગ સામે જે ખાલિસ્તાની સંગઠનોની કાર્યવાહી કરવાની યોજના છે તેમાં SFJ, બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ, ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સ, ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો સમાવેશ થાય છે.
જમ્મુ કાશ્મીરમાં અલગતાવાદી સંગઠનો અને આતંકવાદી સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે, તે જ તર્જ પર ખાલિસ્તાની સંગઠનો, તેમની સાથે સંકળાયેલા એનજીઓ અને ખાલિસ્તાની આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.