ચંદીગઢ: નાયબસિંહ સૈની હરિયાણાના નવા મુખ્યમંત્રી બનશે. નાયબ સૈની 25 જાન્યુઆરી, 1970ના રોજ અંબાલાના ગામ મિર્જાપુર માજરામાં સૈની પરિવારમાં થયો હતો. તેઓ બીએ અને એલએલબી છે. સૈની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા છે. સૈની ઓબીસી સમુદાયમાંથી આવે છે. તેમણે સંગઠનમાં કામ કરવાનો લાંબો અનુભવ છે.
તેઓ 2002માં યુવા મોરચા ભાજપ અંબાલાથી જિલ્લા મંત્રી બન્યા હતા. તેના પછી 2005માં યુવા મોરચા ભાજપ અંબાલામાં જિલ્લાધ્યક્ષ બન્યા. સૈની 2009માં કિસાન મોરચા ભાજપ હરિયાણાના પ્રદેશ મહામંત્રી પ રહ્યા હતા. 2012માં તેઓ અંબાલા ભાજપના જિલ્લાધ્યક્ષ બન્યા હતા. આરએસએસમાં જોડાયા ત્યારથી સૈનીને મનોહરલાલ ખટ્ટરના નિકટવર્તી માનવામાં આવે છે. સૂત્રો મુજબ, મુખ્યમંત્રીએ જ તેમને કુરુક્ષેત્રની ટિકિટ આપવાની ભલામણ કરી હતી.
2014માં સૈનીએ નારાયણગઢ વિધાનસભા ચૂંટણી જીતી હતી. 2016માં તેઓ હરિયાણા સરકારમાં મંત્રી પદે રહ્યા હતા. ગત લોકસભા ચૂંટણીમાં તેઓ કુરુક્ષેત્રથી સાંસદ તરીકે ચૂંટાયા હતા.કેટલાક સમય પહેલા જ તેમણે ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી હતી.