Site icon Revoi.in

રામ મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવનું ખેડગે અને સોનિયા ગાંધીને આમંત્રણ, અધીર રંજન ચૌધરીએ જવાની ઈચ્છા વ્યક્ત કરી

Social Share

નવી દિલ્હીઃ રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા. 22મી જાન્યુઆરીના રોજ યોજાશે. આ કાર્યક્રમ માટે ભાજપના નેતાઓની સાથે વિપક્ષી નેતાઓને પણ આમંત્રણ મોકલવામાં આવી રહ્યાં છે. દરમિયાન કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ જણાવ્યું હતું કે, હજુ સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વનું આમંત્રણ મળ્યું નથી, જો આણંત્રણ મળશે તો ચોક્કસ હાજરી આપીશ.

કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન અડગે અને સિનિયર નેતા સોનિયા ગાંધીને પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવા માટે આમંત્રણ આપ્યું છે. જો કે, બંને મહાનુભાવો હાજરી આપે તેવી શકયતાઓ ખુબ જ નહીવત છે. તમામને વ્યક્તિગત રીતે આમંત્રણ મોકલવામાં આવી રહ્યાં છે. પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહ અને એચ.ડી.દેવગૌડાને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે, તેમજ વિપક્ષના અન્ય નેતાઓને પણ આમંત્રણ મોકલવામાં આવી રહ્યું છે.

સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન અડગેને રામ મંદિર નિર્માણ સાથે જોડાયેલા એક પ્રતિનિધિ મંડળએ આમંત્રિત કર્યાં છે. જેમાં નૃપેન્દ્ર મિશ્રાનો પણ સમાવેશ થાય છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભી પાટીલજી અને તમામ રાજકીય પક્ષોના પ્રમુખોને આમંત્રિત કરવામાં આવ્યાં છે. મોટાભાગના રાજકીય પક્ષોના મુખ્ય નેતાઓને અત્યાર સુધીમાં આમંત્રણ મળી ચુક્યાં છે.

કાશી વિશ્વનાથ, વૈષ્ણો દેવી જેવા મુખ્ય ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓને આમંત્રણ આપવામાં આવ્યાં છે. આ પરાંત આધ્યાત્મિક નેતા દલાઈ લામા, કેરલના માતા અમૃતાનંદમયી, યોગ ગુરુ બાબા રામદેવ, અભિનેતા રજનીકાંત, અમિતાભ બચ્ચન, માધુરી દિક્ષીત, અરુણ ગોવિલ, મધુર ભંડારકાર, દેશના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, અનિલ અંબાણી, પ્રસિદ્ધ ચિત્રકાર વાસુદેવ કામત, ઈસરોના નિદેશક નીલેશ દેસાઈને પણ આમંત્રણ મોકલ્યું છે.

(Photo-File)