આ દિવસોમાં ઉત્તર ભારતમાં ભારે ગરમી પડી રહી છે. આ દિવસોમાં દિલ્હીમાં કિડની સ્ટોનના દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આમાં મોટાભાગના લોકો 20-40 વર્ષની ઉંમર વાળા છે.
ગરમીના કારણે શરીરમાં પાણીની કમી એટલે કે ડીહાઈડ્રેશનની સમસ્યા થાય છે. યુવાનોમાં આ વધુને વધુ જોવા મળી રહ્યું છે. કૉલેજ અથવા ઑફિસ જતી વખતે બહાર રહેવાથી વધુ પડતો પરસેવો થાય છે જે શરીરમાં ડિહાઇડ્રેશન તરફ દોરી જાય છે.
નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ હેલ્થ મુજબ કિડનીમાં સ્ટોન હોવુ શરીરમાં ડિહાઈડ્રેશનના કારણે થાય છે. ખરેખર શરીરમાં પાણીની કમી થવા લાગે છે તો શરીરમાં ડ્યૂરેસિસની કમી થવા લાગે છે તેના કારણે કિડનીમાં સ્ટોન જમા થવા લાગે છે.
ઓછુ ટોઈલેટ થવુ, સ્વાસ ચડી જવો, થકાન અને કમજોરી થઈ રહી છે તો આ કિડનીમાં સ્ટોનના ગંભીર લક્ષણો હોઈ શકે છે. પગમાં સોજો આવવો એ પણ કિડનીની પથરીનું લક્ષણ હોઈ શકે છે. તેથી, પેટમાં કોઈપણ પ્રકારનો સોજો દેખાય, તો તમારે તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
તમે પણ કિડનીની પથરીથી પરેશાન છો તો તમારે પૂરતું પાણી પીવું જોઈએ. તેની સાથે લીલા શાકભાજી ખાવા જોઈએ. તેનાથી તમને કિડનીની બીમારી નહીં થાય.