Site icon Revoi.in

કિંગ ચાર્લ્સ-3 બ્રિટનના રાજા બન્યા,પ્રથમવાર ટેલિવિઝન પર કરાયું લાઈવ પ્રસારણ

Social Share

દિલ્હી:ચાર્લ્સ 3 ને આજે એટલે શનિવારે સેન્ટ જેમ્સ પેલેસ ખાતે આજે એક ઐતિહાસિક સમારોહમાં સત્તાવાર રીતે બ્રિટનના ‘રાજા’ જાહેર કરવામાં આવ્યા છે.રાણી એલિઝાબેથ II ના સૌથી મોટા પુત્ર 73 વર્ષીય  ચાર્લ્સ તેમની માતાના મૃત્યુ પછી સ્વાભાવિક રીતે રાજા બન્યા.પરંતુ ઔપચારિક રીતે તેઓ આજે બ્રિટનના રાજા બની ગયા છે.પરંપરાગત રીતે મહારાણી એલિઝાબેથના મૃત્યુના 24 કલાકની અંદર રાજ્યાભિષેક કાઉન્સિલની બેઠક બોલાવવામાં આવે છે. જો કે, રાણીના મૃત્યુની જાહેરાતમાં વિલંબને કારણે શુક્રવારે સમારોહ યોજવાનો સમય ન હતો, તેથી આજે રાજ્યાભિષેક સમારોહ યોજાયો હતો.

રાજા ચાર્લ્સ III ના નવા પદવીની જાહેરમાં જાહેરાત કરવાની પ્રક્રિયા ઘણા તબક્કામાં પૂર્ણ થઈ હતી. નવા સમ્રાટના રાજ્યાભિષેકની ઘોષણા પછી સ્વર્ગસ્થ રાણીના મૃત્યુના શોકમાં ઝૂકેલા ધ્વજને ગૌરવપૂર્વક ફરકાવવામાં આવ્યો હતો.આ કાર્યક્રમનું પ્રથમવાર ટેલિવિઝન પર જીવંત પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું.રાજ્યાભિષેક પરિષદમાં વરિષ્ઠ કેબિનેટ મંત્રીઓ, ન્યાયાધીશો અને ચર્ચ ઓફ ઈંગ્લેન્ડના લોકોનો સમાવેશ થાય છે.કાઉન્સિલમાં, સમ્રાટ ચાર્લ્સે વ્યક્તિગત રીતે રાણીના મૃત્યુની જાહેરાત કરી અને ચર્ચ ઓફ સ્કોટલેન્ડના રક્ષણ માટે શપથ લીધા

બ્રિટનની નોટો અને સિક્કાઓમાં દાયકાઓથી રાણી એલિઝાબેથ દ્વિતીયની તસ્વીર છે. તેમની તસ્વીર વિશ્વના અન્ય ડઝનેક દેશોના ચલણ પર પણ છે, જે બ્રિટિશ સામ્રાજ્યના વસાહતી પ્રભાવને દર્શાવે છે.બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને અન્ય દેશોને રાણીના મૃત્યુ પછી તેમની કરન્સી કન્વર્ટ કરવામાં સમય લાગશે, પરંતુ તેનો અર્થ એ નથી કે એલિઝાબેથની તસ્વીર સાથેની નોટો અને સિક્કા કામ કરશે નહીં.આ ચલણમાં હવે રાણીને બદલે રાજા ચાર્લ્સ !!! ની તસવીર હશે, પરંતુ આ તરત શક્ય નથી. બેંક ઓફ ઈંગ્લેન્ડે કહ્યું, ‘હાલમાં રાણીની તસવીર સાથેનું ચલણ કાયદેસર રીતે માન્ય રહેશે.’ સત્તાવાર રીતે, 10 દિવસના રાષ્ટ્રીય શોક પછી, બ્રિટનની ‘સેન્ટ્રલ બેંક’ દ્વારા કરન્સી અંગેની જાહેરાત કરવામાં આવશે.