- ભૂટાનના રાજાએ પીએમ મોદી સાથે મુલાકાત કરી
- રાષ્ટ્રીય સુરક્ષા સલાહાકાર સાથએ પણ મુલાકાત કરી
દિલ્હીઃ- ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલય વાંગચુકે આજે નવી દિલ્હી ખાતે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. વિશેષ સંકેત રુપે પીએમ મોદીએ મુલાકાતી મહાનુભાવનું સ્વાગત કર્યું અને વિદાય આપી. આ સહીત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક સાથે પણ મુલાકાત કરી હતી.
આ મુલાકાત દરમિયાન બન્ને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સંબંધો અને તેમને વધુ મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી હોવાનું માનવામાં આવે છે.ભારત અને ભૂટાન વચ્ચે ઐતિહાસિક રીતે મજબૂત સંબંધો છે જે સમયની કસોટી પર ખરા ઉતર્યા છે.આ સહીત વાંગચુક વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાને પણ મળ્યા હતા.