- આર્યન ખાન કેસના મુખ્ય ગવાહની ઘરકપડ
- કિરમ ગોસ્વામીને પુણેથી પકડવામાં આવ્યો
દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી મીડિયામાં આર્યન ખાન ડ્રગ્સ કેસ ચર્ચિત બન્યો છે. ત્યારે હવે આર્યન ખાન કેસના મુખ્ય સાક્ષી કિરણ ગોસવીની મહારાષ્ટ્રના પુણેથી ધરપકડ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે આ મામલે ગોસાવી સામે છેતરપિંડીના કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.
ગોસાવીની ઘરકપડ મામલે પૂણે પોલીસના જણાવ્યા પ્રમાણેમોડી રાત્રે તેની ધરપકડ કરવામાં આવી હતી. કિરણ ગોસાવીની 2018ના છેતરપિંડીના કેસમાં અટકાયત કરવામાં આવી છે જેમાં તે ફરાર થયો હતો. 2019માં તેને પુણે સિટી પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો. ત્યારથી તે ફરાર હતો અને ક્રુઝ રેઇડ દરમિયાન તે માત્ર એનસીબી સાક્ષી તરીકે જોવા મળ્યો હતો. 14 ઓક્ટોબરે પોલીસે તેની વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર બહાર પાડ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર, 2018માં કિરણ ગોસાવી અને શેરબાનો કુરેશીએ પુણેના ચિન્મય દેશમુખ નામના યુવકને મલેશિયામાં નોકરી અપાવવાનું આશ્વાસન આપ્યું હતું, જેના બદલામાં તેમની પાસેથી ત્રણ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. પરંતુ ચિન્મયને નોકરી ન મળી અને હવે આ જ આરોપમાં કિરણ ગોસાવીની ધરપકડ કરવામાં આવી છે.
આ સાથે જ કસ્ટડીમાં લેતા પહેલા મુખ્ય સાક્ષી ગોસાવીએ કહ્યું કે પ્રભાકર સેલ ખોટું બોલી રહ્યો છે. હું માત્ર એટલી જ વિનંતી કરવા માંગુ છું કે તેમનો CDR રિપોર્ટ જાહેર કરવામાં આવે. મારો CDR રિપોર્ટ અથવા ચેટ જારી કરી શકાય છે. પ્રભાકર સેલ અને તેના ભાઈની સીડીઆર રિપોર્ટ અને ચેટ જાહેર કરવી જોઈએ જે બધું સ્પષ્ટ કરી દેશે.